________________
પહેલે ભવ: નયસારની કથા આવે, તે છેવટે તે મનુષ્યને પરમ ફલ અપાવનાર નીવડે છે; તે ન્યાયે, નયસારને પણ તે સદ્ગુણ એવા ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવનાર નીવડયો કે, તે વડે તેનું આખું જીવન જ પલટાઈ ગયું.
એક વખત શગુમર્દન રાજાને ઇમારતી લાકડાની જરૂર પડી. તેણે નયસારને પાસેના મહાવનમાં જઈ મોટાં મોટાં ઝાડ કપાવી લાવવાને હુકમ કર્યો. તે અનુસાર નયસાર ભાતું બાંધી, તથા અનેક ગાડાં વગેરે સામગ્રી લઈને જંગલમાં ગયો, અને ત્યાં વણ-વણીને મેટાં મેટાં ઝાડ કપાવવા લાગ્યો.
વખત જતાં મધ્યાહ્ન થયા અને કરવી પડેલી રખડપટ્ટીને કારણે નયસારને ભૂખ પણ કકડીને લાગી. તેની પાસે ભાતું તે તૈયાર હતું પરંતુ કોઈ અતિથિને જમાડ્યા વિના જમવા બેસવાનું તેને મન થયું નહીં. આવા વનવગડામાં અતિથિ આવી મળવાનો સંભવ પણ કયાંથી? છતાં તે આમ તેમ ઉત્સુક્તાથી નજર ફેરવવા લાગ્યો..
એટલામાં દૂર-દૂરથી તેણે ભૂખ્યાતરસ્યા તથા રસ્તે ભૂલવાને કારણે આમતેમ વ્યાકુળતાથી નજર કરતા કેટલાક સાધુ સતેને જોયા. નયસારને અતિથિ મળી ગયા! અને તે પણ સુપાત્ર, તથા અન્ન-પાન તેમજ બીજી મદદની અપેક્ષાવાળા.
કહેવાની જરૂર નથી કે, નયસારે પિતાના હદયના તમામ ઉમળકાથી તે પરિશાંત સાધુપુરુષોની બનતી બધી સેવા કરી. સાધુઓને પણ, જરૂરને વખતે મળેલી, તથા કાંઈ પણ બદલાની અપેક્ષા વિના સ્વાભાવિક આનંદપૂર્વક આપવામાં આવેલી મદદ પ્રસન્ન કરનારી જ નીવડી.
વિશ્રાંતિ વગેરેથી પરવાર્યા બાદ નયસાર પોતે જ તેમને નગર તરફને માર્ગ બતાવવા સાથે ચાલે. સાચા ધાર્મિક પુઓની સેવા-સુશ્રુષા તથા સત્સંગના આનંદને અનુભવ તેને પહેલવહેલે જ હતા. એ સંતપુરુષેને માટે જાણે બનતું બધું