________________
શ્રી મહાવીરકથા દર્શને આવ્યો. ત્યાંથી નીકળી તે વાણિજ્યગ્રામે ચાલ્યા. માર્ગમાં ગંડકિકા નદી ઊતરવાની હતી. નાવવાળાએ પૈસા માટે તેમને રક્યા. છેવટે શંખ ગણરાજનો ભાણેજ ચિત્ર નૌકાસૈન્ય લઈને આવતો હતો, તેણે તેમને ઓળખ્યા, અને તે આગળ ચાલ્યા. વાણિજ્યગ્રામ આવતાં, તે ગ્રામમાં રહેતો આનંદ નામને ગૃહસ્થ સાધક તેમને મળ્યો. તે નિરંતર છ ટંકના ઉપવાસ કરતો હતો. તપના પ્રભાવથી તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેણે આવી મહાવીરને જણાવ્યુંઃ
“હે ભગવંત! આપે જે દુસહ સંકટો અને દારુણ વિઘો સહન કર્યા છે, તે ઉપરથી એમ જ માનવું પડે કે, આપનું શરીર તથા મન વજનું બનાવેલું છે. પરંતુ હે પ્રભુ! હવે આપની મુશ્કેલીઓને અંત આવવાને થયો છે, અને થોડા વખતમાં જ આપ કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે.”
[ દશમું ચોમાસું ત્યાંથી મહાવીર શ્રાવસ્તીમાં પધાર્યા અને ત્યાં જ પિતાનું દશમું માસું પણ વિવિધ તપ કરીને વિતાવ્યું. ચાતુર્માસ પૂરા થતાં પ્રભુ સાનુયષ્ટિક ગામે આવ્યા; અને ત્યાં તેમણે ભદ્રા નામની પ્રતિમા (તપ ધારણ કરી. તે તપને વિધિ આ પ્રમાણે છેઃ ઉપવાસી રહી, પૂર્વ દિશામાં મેં રાખી, કેઈ એક પદાર્થ ઉપર જ દષ્ટિ સ્થિર કરીને રહેવું. પછી રાત પડે દક્ષિણ દિશામાં મેં કરી એ જ પ્રમાણે રહેવું. બીજે દિવસે સવાર થતાં પશ્ચિમ દિશામાં મેં કરીને, અને બીજી રાત્રીએ ઉત્તર તરફ મેં કરીને એ જ પ્રમાણે રહેવું. આમ બે દિવસની ચાર ટંક, અને આગળ પાછળની એકએક એમ કુલ છ ટંકને ઉપવાસ સાથે સાથે થાય છે. પછી તે તપ પૂરું થતાં પારણું કર્યા વિના જ તેમણે મહાભદ્રા પ્રતિમા ધારણ કરી તેને વિધિ આ પ્રમાણે છે : ભદ્રામાં દરેક દિશામાં બારબાર કલાક રહેવાનું હોય છે; આમાં તો દરેક દિશામાં