________________
સંસ્કારકરણ જન્મને પહેલે દિવસે તે કુલકમથી ચાલી આવતી ઉચિત ક્રિયાઓ યથાવિધિ પૂરી થઈ. પછી ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્યનાં દર્શન કરાવવાને વિધિ થયે; ત્યાર બાદ છઠ્ઠા દિવસની રાત્રીએ કુલધર્મ પ્રમાણે માતપિતાએ જાગરણુ-મહોત્સવ કર્યો. એ પ્રમાણે બધા વિધિ કરતાં અગિયારમે દિવસ વીત્યો, અને નાલચ્છેદ વગેરે ક્રિયાઓ પતી ગઈ એટલે બારમે દિવસે સિદ્ધાર્થે ખૂબ ખાન-પાન-એ-મુખવાસ વગેરે તૈયાર કરાવી પિતાના મિત્રો, જ્ઞાતિજને, સ્વજન, સંબંધીઓ, દાસ-દાસી વગેરે સૌને નિમંત્રણ આપ્યું; અને ભેજનવિધિ પૂરો થયા બાદ સૌની સમક્ષ પોતાના પુત્રનું “વર્ધમાન' એવું નામ પાડયું. તે વખતે સિહાથે કહ્યું, “હે દેવાનુપ્રિય! અમારે આ બાળક ગર્ભમાં હતો ત્યારથી અમે એ સંકલ્પ કર્યો હતો કે, જ્યારથી આ બાળક કૂખને વિષે આવ્યો છે, ત્યારથી આપણે ધન-ધાન્ય સુવર્ણાદિથી તથા સતાસકારાદિથી અતિશય વૃદ્ધિ પામીએ છીએ, માટે એ બાળક જન્મશે ત્યારે આપણે તેનું નામ “વર્ધમાન' પાડીશું. અમારે એ મને રથ આજે સફળ થાય છે. અહીં એટલું કહેતા જવું જોઈએ કે સિદ્ધાર્થને વર્ધમાન પહેલાં નંદિવર્ધન નામને માટે પુત્ર તથા સુદર્શના નામની કન્યા હતાં.
ધીમે ધીમે બાળક વર્ધમાન યોગ્ય દેખરેખ તથા લાડપાડમાં મેટ થવા લાગ્યો. તીર્થકર થનારા જીવને પ્રાપ્ત થતા શરીર વિષે થોડીક પરંપરાગત માન્યતા અહીથી આગળ વધતા પહેલાં જોઈ લેવી ઘટે છે.