________________
ધમકથાઓ શેઠે હસીને પૂછ્યું – “એ પાંચ દાણ માટે તે ગાડાં જોઈએ?” ત્યારે તેણે તે પાંચ દાણા પિતાને પિયર મેકલાવીને પાંચ વર્ષ સુધી કરાવેલા વાવેતરની વાત કરી.
આ વાત સાંભળી અતિ સંતુષ્ટ થઈને શેઠે આખા કુટુંબની સમક્ષ કહ્યું કે, “આ રહિણીને હું ઘરને બધે કારભાર સેપું છું; તથા આજથી તેને જ હું કુટુંબનાં બધાં કામકાજમાં સલાહકાર નીમું છું. આ રક્ષિકાને હું ઘર અને કુટુંબની બધી સંપત્તિની રખેવાળી સંપું છું, ભેગવતીને રડાની અધિષ્ઠાત્રી નમું છું, અને ઉઝિકાને ઘરની સફાઈની જવાબદારી સોંપું છું.”
હે જબુ! જે નિથ અને નિગ્રંથીઓ પોતે સ્વીકારેલી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની પાંચ પ્રતિજ્ઞાઓને ઉક્ઝિકાની જેમ ફેંકી દે છે, તેઓ સંઘના તિરસ્કારને પાત્ર છે અને તેઓ અધોગતિએ જાય છે એમ જાણવું.
- હે જંબુ ! જે નિથ અને નિગ્રંથીઓ પોતે સ્વીકારેલી પાંચ પ્રતિજ્ઞાઓ ને ભેગવતીની જેમ ગળી જાય છે, એટલે કે તે પચે પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરી તેમનું માત્ર આજીવિકાને માટે જ પાલન કરે છે, અને તેથી મળતા આહારદિકમાં જ આસક્ત રહે છે, તે પણ મેક્ષફળથી વંચિત થઈ પરલેકમાં દુઃખનાં ભાગી થાય છે.
હે જંબુ! જે નિર્ગથ અને નિગ્રંથીઓ રક્ષિકાની પેઠે પોતે સ્વીકારેલી પાંચે પ્રતિજ્ઞાઓને કાળજીપૂર્વક સાચવે છે અને સંભાળે છે, તેઓ સંઘમાં પૂજનીય અને વંદનીય થાય છે તથા પિતાના મનુષ્યજીવનને સાર્થક કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org