________________
હર રોહિણું
૨૭ રીતે તેણે લાગલગાટ પાંચ વર્ષ સુધી તે દાણુંનું વાવેતર કરાવ્યું. તેમાંથી અનેક ગાડાં ભરાય તેટલી ડાંગર નીપજી. તે તેણે પિતાનાં પિયરિયાંને ત્યાં કોઠારમાં ભરાવી ખાવી.
પાંચ વર્ષ પૂરાં થયે ધન્ય સાર્થવાહે પિતાનું કુટુંબ ફરીવાર એકઠું કર્યું અને સૌને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી સંતુષ્ટ કર્યો. ત્યાર બાદ તેણે બધાંની સમક્ષ પિતાની સૌથી મોટી પુત્રવધૂ ઉઝિકાને બેલાવી અને કહ્યું –
“હે પુત્રી ! પાંચ વર્ષ પૂર્વે આ કુટુંબ સમક્ષ મેં તને શાળના પાંચ દાણું આપેલા તે તું મને પાછા આપ.” - સસરાનું વચન સાંભળી, ઉઝિકાએ કોઠારમાંથી શાળના પાંચ દાણું લાવીને આપ્યા.
શેઠે તેને સોગંદ દઈને પૂછયું કે, “આ દાણું મેં આપેલા તે જ છે કે બીજા”? ઉઝિકા બેલી – ' હે તાત! તમારા કોઠારમાં ઘણી શાળ ભરી છે એમ માની, મેં તે પાંચે દાણ ફેંકી દીધેલા, અને આ તે નવા દાણા હું લાવી છું.”
બીજી ભગવતીએ તે પ્રમાણે પૂછતાં જણાવ્યું કે, “હે તાત ! તમે આપેલા દાણું તે હું ખાઈ ગઈ હતી, આ દાણું છું કે ઠારમાથી નવા લાવી છું.”
ત્રીજી રક્ષિકાએ ઘરમાંથી કરંડિયે આણું, તેમાં મૂકેલી દાણાની પિટલી સસરાને આપતાં કહ્યું કે, “હે તાત! આપે આપ્યા હતા તે જ આ દાણું છે.”
છેલ્લી હિષ્ણુએ કહ્યું – “હે તાત એ દાણા એમ નહિ આવે. આ૫ ગાડાં મેકલાવે તે આણી શકાશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org