________________
રોહિણી
રોહિણી ૧] શ્રમણ ભગવાન મહાવીરે કહેલ નાયાધમ્મકહાના છઠ્ઠા અધ્યયનને અર્થ જાણ; તે હવે તેના સાતમા અધ્યયનને શું અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્યજબુએ પિતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું.
આર્ય સુધમાં બેલ્યા –
રાજગૃહ નગરમાં ધન્ય નામે સમૃદ્ધ અને બુદ્ધિમાન સાર્થવાહ રહેતું હતું. તેને ભદ્રા નામે ભાર્યા તથા ધનપાળ, ધનદેવ, ધનગોપ અને ધનરક્ષિત નામે ચાર પુત્રો હતા. તે પુત્રોને અનુક્રમે ઉઝિકા, ભગવતી, રક્ષિકા અને રોહિણી નામે ચાર સ્ત્રીઓ હતી.
ધન્ય સાર્થવાહને એકવાર વિચાર થયે કે મારા કુટુંબના કામકાજમાં હું વડેરો છું, સૌને સલાહ આપું છું, બધા મને પૂછવા આવે છે, અને બધાં કાર્યોનો પ્રવર્તક પણ હું જ છું. પરંતુ કદાચ હું ગામતરે ગયે હોઉં, કામ કરવાને અસમર્થ થયો હઉ, માંદ પડયો હેલું, વિદેશ ગયે હેઉં, વિદેશમાં જ જઈને રહ્યો હઉં, અથવા મરી ગયે હોઉં, તે મારા કુટુંબને આધાર કેણ થાય તે હું જાણતો નથી. માટે મારે તેની ખાતરી કરી લેવી જોઈએ.
આમ વિચાર કરી પિતાની ચારે પુત્રવધૂઓની પરીક્ષા કરવા માટે તેણે બીજે દિવસે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવીને પોતાનાં તેમ જ તે પુત્રવધૂ
ઉ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org