________________
ધર્મસ્થાએ થયેલું તે તુંબડું પાણીની સપાટીની નીચે ચાલ્યું જાય છે, એ જ પ્રમાણે હે ગૌતમ! જી હિંસા, અસત્ય, ચૌર્ય, પરિગ્રહ, અબ્રહ્મચર્ય, ક્રોધ, માન, માયા, લોભ વગેરેના કુસંસ્કારને લીધે ભારે થાય છે. તેવા જી મરણ પામીને અગતિએ જાય છે.
હવે હે ગૌતમ! પાણીમાં પડેલા તે તુંબડા ઉપરના લેપને પહેલો થર કહાઈને ઊખડી જાય છે, ત્યારે તે નીચેથી જરાક ઉપર આવે છે. એ રીતે જ્યારે તેની ઉપરના બધા જ થર ઊખડી જાય છે ત્યારે તે પિતાના મૂળ સ્વભાવને એટલે કે હલકાપણાને પામીને સપાટી ઉપર આવી જાય છે. એ જ પ્રમાણે જીવે અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, ક્ષમા, મૃદુતા, સરળતા અને નિર્લોભતા વગેરેના આચરણથી હિંસા વગેરેના કુસંસ્કારોને ધીરે ધીરે ઓછા કરે છે. તે રીતે જ્યારે તે સંસ્કાર છેક નિમૂળ થઈ જાય છે, ત્યારે આત્મા પિતાના અસલ સ્વભાવમાં આવી જાય છે અને અજરામરપણું પામે છે.”
“હે જંબુ ! શ્રમણભગવાન મહાવીરે આ પ્રમાણે આ છઠ્ઠા અધ્યયનમાં આત્માની ઉનતિ થવાનાં અને અર્ધગતિ થવાનાં કારણે ઉદાહરણ સાથે બતાવ્યાં છે, જે હું તને કહું છું.” એમ આર્ય સુધર્મા બોલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org