________________
જ
આ ધર્મકથાઓ આ પ્રમાણે વાતચીત કર્યા પછી મેઘકુમાર રથમાં બેસીને પિતાને આવાસે ઉતાવળો ઉતાવળો આવ્યો, તથા પિતાનાં માતાપિતાને નમસ્કાર કરીને કહેવા લાગ્યો –
“હે માતાપિતા ! હું આજે ભગવાન મહાવીર પાસે જઈને તેમને ઉપદેશ સાંભળી આવ્યું. તે મને ખૂબ ગમ્યો છે.”
માતાપિતા તે વાત સાંભળી ઘણા ખુશી થયાં અને બાલ્યાં :–
તું તે ધન્ય છે, સંપૂર્ણ છે, કૃતાર્થ છે, ચતુર છે, જેથી તે ભગવાન મહાવીરને ધર્મ સાંભળ્યો અને તેમાં શ્રદ્ધા કરી.”
પછી મેઘકુમારે કહ્યું –“હે માતપિતા ! મને ભગવાન મહાવીરના ઉપદેશ પ્રમાણે વર્તવાની અને તેમના સહવાસમાં રહેવાની પ્રબળ ઈચ્છા છે. તો હું તમારી અનુમતિથી તેમ કરવા ઈચ્છું છું.”
કઈ વાર નહિ સાંભળેલું એવું આ વચન સાંભળતાં જ ધારિણીમાતા મૂછિત થઈને જમીન ઉપર ઢળી પડી તથા તેનું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું. અનેક પ્રકારના શીતપચારથી થોડી વારમાં મૂછ વળતાં જ તે રેતી રોતી, શેક કરતી અને વિલાપ કરતી બેલી –
“હે જાયા ! તું મારે એકને એક વહાલો પુત્ર છે, મારા વિશ્વાસનું સ્થાન છે, અને ઘરમાં રતન જેવે છે. હે જાયા! તારે વિગ એક ક્ષણ વાર પણ સહન કરે એ મારે માટે મુશ્કેલ વાત છે. હે જાયા ! માટે મારા તરફ નજર કરીને, અમે બંને જીવીએ ત્યાં સુધી, એવું કાંઈ કરવાની મરજી છોડી દઈ, વિપુલ એવા માનષિક કામોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org