________________
२३
૧ : પગ ઊંચે કર્યો યથેચ્છ ભોગવ્યા કરે; અમારું અવસાન થયા બાદ, જ્યારે તું પરિપકવ વયને થાય અને તારે વંશવેલો સારી રીતે વ હોય, ત્યારે સર્વથા નિરપેક્ષ બનીને, તું શ્રમણભગવાન મહાવીર પાસે મુંડ થઈ અનગારિતાને સ્વીકાર કરજે.”
મેઘકુમાર બે –“હે માતપિતા! તમે જે કહ્યું છે તે બરાબર છે. પણ મનુષ્યને દેહ પાણીના પરપોટાની જેમ અધ્રુવ છે, વીજળીના ચમકારાની જેમ અશાશ્વત છે, દર્ભની અણી ઉપર રહેલા પાણીના બિંદુની જેમ સદા અનિયત છે, અનેક ઉપદ્રથી ઘેરાયેલું છે, રેગ વગેરે અનેક વિકાર પામનારો છે, અંતે નાશવંત છે તથા પહેલાં કે પછી તેને અવશ્ય છેડવાને જ છે. આપણા બધામાંથી પહેલું કેણ જશે અને પછી કોણ જશે તેની પણ કોઈને ખબર નથી. માટે હે માતાપિતા ! તમે અનુમતિ આપે તે મળેલા મનુષ્યભવને સાર્થક કરવા હું પ્રયત્નશીલ થાઉં.
તમે વળી જે કહ્યું કે અમારા જીવતાં સુધી તું માનુષિક કામગોને જ ભેગવ, તે હે માતાપિતા ! તે કામગે પણ અશુચિ, અશાશ્વત, ધૃણાસ્પદ, અધ્રુવ, અનિયત, નાશવંત તથા પહેલાં કે પછી અવશ્ય ત્યાજ્ય છે.
“તમારા મનમાં વળી એમ છે કે આપણી પાસે સાત પેઢી ચલે તેટલી વિપુલ ભેગસામગ્રી તેમજ ધનસંપત્તિ છે. પરંતુ તમે નથી જાણતાં કે તે ધન પણ નાશવંત છે, તેમજ તેને હરઘડી અગ્નિ, ચેર, રાજા અને દાયાદને ભય રહેલો છે, તેમજ પહેલાં કે પછી તે અવશ્ય ત્યાજ્ય છે. વળી પહેલાં હું જઈશ કે તે જશે તે પણ કહી શકાતું નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org