________________
૧પગ ઊંચે કર્યો છે, શરીર તૂટવા માંડે છે અને મેત નજીક આવે છે, ત્યારે તે ખિન્ન થાય છે.
સહેજમાં જ વિવેકને પામી શકતું નથી. માટે જાગ્રત થાઓ ! કામનાઓ છેડી દો ! તથા સંસારનું સ્વરૂપ સમજી, સમભાવ કેળવી, અસંયમથી આત્માનું રક્ષણ કરતા અપ્રમત્તપણે વિચારો.
મેહ જીતવા પ્રયત્ન કરનારને વચ્ચે વચ્ચે ઘણુ પાશે આવે છે. તેમાં ન ફસાતાં સાવધાનતાથી અતભાવે પ્રવૃત્તિ કરવી.
લલચાવનારા તે પાશે તરફ મનને જતું રેકવું, ક્રોધને અંકુશમાં રાખવે, માન દૂર કરવું, માયાનું સેવન ન કરવું અને તેને ત્યાગ કર.”
ભગવાનને આ પ્રકારને ઉપદેશ સાંભળીને મેઘકુમાર ઘણે પ્રસન્ન થયે, સંતેષ પામ્યો અને જાણે પિતાનું અંતર ઊઘડી ગયું હોય તેવી પ્રસન્નતા અનુભવવા લાગ્યો. તે ફરીફરી ભગવાન મહાવીરને ન અને તેમની ઉપાસના કરતે આ પ્રમાણે છે :–
“હે ભગવાન! તમારું કથન મને ગમ્યું છે, તેમાં રુચિ થઈ છે, વિશ્વાસ થયે છે, અને તે પ્રમાણે પુરુષાર્થપૂર્વક પ્રયત્ન કરીને હું બંધનમુક્ત થાઉં એમ ઈચ્છું છું હે ભગવાન ! તમે જે કહ્યું છે તે ખરેખરું જ કહ્યું છે. હે દેવાનુપ્રિય! હું મારાં માતાપિતાની સંમતિ લઈ આવું અને પછી તમારા સહવાસમાં રહી તમારી આજ્ઞા પ્રમાણે વતું.” - ભગવાને જવાબ આપે, “હે દેવાનુપ્રિય! તને સુખ થાય તેમ કર અને તેમ કરતાં અટકી ન જઈશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org