________________
છે, સંસ્કારના અભાવને છે. માણસ બાહ્ય અંકુશ વેચ્છાએ સ્વીકારે ત્યારે એણે સંપૂર્ણ વિચાર કરેલો હે જોઈએ. દીક્ષા લેનાર અને દેનાર બન્નેએ જે નરકમાંથી બચી જવું હોય, તો ભગવાને અનેક દાખલાઓ આપી જે ચેતવણી આપી છે તે બરાબર ધ્યાનમાં લાવવી જોઈએ.
આ વાર્તાઓ અનેક વાર વાંચવા છતાં એમાં કઈ પણ ઠેકાણે સાંપ્રદાયિકતા કે સંકુચિતતા જણાતી નથી. આ ઉપદેશ ભલે જન સાધુઓ અથવા શ્રાવકેને માટે આપેલ હોય, પણ એની સાર્વભૌમિતાને લીધે એ દરેક ધર્મના અને પંથના માણસને માટે સરખે જ ગ્રાહ્ય અને લાભદાયક છે. કોઈપણ સંપ્રદાયમાં જ્યારે સંકીર્ણતા કે મલિનતા આવે છે, ત્યારે મૂળ ઝરણું તરફ તરત દોડી જવું જોઈએ. સુધારા માટે જોઈતી ઘણું ખરી પ્રેરણા ત્યાં જ મળી આવે છે.
ધર્મસાધના સાથે મોટા મોટા સંધ નિર્માણ કરવાનું કામ આપણા દેશમાં બુદ્ધ, મહાવીર અને શંકરાચાર્ય એ ત્રણ જણે પ્રથમ કર્યું જણાય છે. યુરોપમાં ઈશુના સંપ્રદાયમાં પણ જબરદસ્ત સો સ્થપાયા છે. આ બે તદ્દન નિરાળા પ્રયોગો વચ્ચે તુલના કરવી અત્યંત આવશ્યક છે. બન્નેમાં વિશિષ્ટ તત્ત્વો અને વિશિષ્ટ ખામીઓ રહેલાં છે. ઇસ્લામના ફકીરનો જીવનક્રમ પણ એની સાથે જ તપાસો જોઈ એ.
જન ધાર્મિક ગ્રંથોમાં અને વાર્તાઓમાં જ્યારે સંખ્યાનો સંબંધ આવે છે ત્યારે લેખક બહુ જ ઉદાર હોય છે. હજાર લાખ અને કરડે વગર એમને સંતોષ થતો જ નથી. આમાં દેખીતી અતિશયોક્તિ કરે મૂકીએ તોયે હજારોની સંખ્યામાં સાધુઓ વહરતા ફરે અને એમના ઉપર સંઘને, આચાર્યોને અથવા સમાજ કશે અંકુશ ન રહે એ સ્થિતિ ઈષ્ટ છે કે કેમ એ તપાસવા જેવું તો છે જ. સાધુઓ ઉચ્ચ, મધ્યમ, નીચ બધા લોકો પાસેથી પિતાને. ખોરાક લે એ બરાબર છે; પણ પુંડરીક જેવા આદર્શ સાધુ નીરસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org