________________
२३
પલૌકિક અને અપ્રતિમ કાવ્યશકિત એના ઉપર અજમાવી હશે. અહીં આપેલી વાર્તા તે “હીકિંગ' લોકેની “સગા” એ જેવી ૪ લાગે છે. અરેબિયન નાઈટ્સવાળી વાર્તાઓ પણ આવી જ જૂની ર્તાઓ ભેગી કરીને ગોઠવી હશે.
છેડાઓને પકડવા માટે જેવી લાલચે “આઇસણ નાખની વાર્તામાં ઊભી કરી છે, એવી જ લાલચે બિચારો નષ્ણશંગ સામે પણ પથરાયેલી હતી. બન્નેમાં બાધ તો એક જ છે, --- “માણે મધુર કે અમપુર શબ્દને કાનમાં પ્રવેશ કરતા અટકાવવા માં પૂમડાં ન નાખતાં સમભાવ કેળવવાનો પ્રયત્ન કરે.'
માણસ ખોરાક ખાય તે કેવળ મેક્ષનું સાધન શરીર ટકાવવા પૂરતો જ ખાય, એ બોધ ઠસાવવા ઉપનિષદના ઋષિઓએ અને એ પરંપરાના આચાર્યોએ કહ્યું કે આહાર તે ઔષધ સમજીને જ લેવો પણ આપણે તે મરી, મરચાં, તજ, લવિંગ જેવાં ઔષધને ખોરાક કરી મૂકયો છે. ભગવાન મહાવીરે આહાર કરવાને ઉદ્દેશ સમજાવવા
સુસુમ'ની વાર્તા એને રોમાંચકારી ભયાનક રસ સાથે આપણને કહી છે.
વાર્તાઓમાં અનેક ઠેકાણે શ્રાવકે અને શ્રાવિકાઓ પ્રત્રજિત થયા પછી પસ્તાય છે. શ્રાવકદશામાં સ્વાતંત્ર્ય હતું: આકરા આદર્શ પ્રમાણે કોઈ કસોટી કરતું ન હતું, ઊલટી જ્યાં ત્યાં સ્તુતિ થતી હતી; દીક્ષા લીધા પછી બધું બદલાય છે, દૂરથી જે રૂપાળું લાગતું હતું તેની કઠિનતા નજરે પડે છે અને પછી પસ્તાવો થાય છે કે આપણે ક્યાંથી આવી કેદમાં પડયા છીએ. આ અતિ ભગવાને પહેલી વાર્તામાં પણ ઉઘાડી પાડે છે અને “કાલી” વાળી છેલ્લી વાર્તામાં પણ ઉઘાડી પાડી છે. છેલ્લી વાર્તા જેવી એક જ જાતની અનેક વાર્તાઓ રજૂ કરી, સ્ત્રી જાતિને વૈરાગ્ય કેટલે કાચ હોય છે એ જ જાણે બતાવવા માગતા હોય એમ લાગે છે. એ દેશ
સ્વભાવને નથી પણ સ્ત્રીના ભાગ્યમાં રહેલા સંકુચિત જીવનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org