________________
અધ્યયન-૧
૧૫ તેમને મલેચ્છ પણ કહેવામાં આવે છે. આ વિષે તત્ત્વાર્થભાષ્ય અને પન્નવણસૂત્રમાં વિગતથી લખેલું છે.
ભગવાન મહાવીરને આવ્યા જાણુને નગરના બધા પ્રકારના લોકો તેમનું પ્રવચન સાંભળવા જાય છે તેવા અનેક ઉલ્લેખ જેનસૂત્રોમાં મળે છે. એ જ રીતે કોઈ પરિવાજિક આવે છે ત્યારે, પણ તે બધા લકે તેમનું પ્રવચન સાંભળવા જાય છે એવી પણ હકીકત તે સૂત્રોમાં મળે છે. આ વર્ણન ઉપરથી એટલું તે ચોક્કસ તારવી શકાય તેવું છે કે, પોતાના ગામમાં કઈ સંતપુરુષ આવે ત્યારે લોકો ધર્મનો ભેદ રાખ્યા સિવાય તેમનું પ્રવચન સાંભળવા જતા અને જિજ્ઞાસાથી પ્રશ્નો કરતા. તથા યોગ્ય લાગે તે સાંભળેલ માર્ગ સ્વીકારતા પણ ખરા. કોઈની પાસેથી કઈ ધર્મનું રહસ્ય સાંભળવામાં શ્રમણબ્રાહ્મણોનો ભેદ આડે આવતો હોય તેમ દેખાતું નથી. ૪૭ઃ ધમ કહ્યો
આ સૂત્રના મૂળમાં લખ્યું છે કે, “આ જગાએ ધર્મકથા સમજી લેવી.” તે વિષે ટીકાકાર જણાવે છે કે ઔપપાતિકમાં કહેલી ધર્મકથા અહીં સમજી લેવી. પરંતુ અહીં ઔપપાતિકને બદલે ઉત્તરાધ્યયન સૂત્રની ધર્મકથા મૂકવામાં આવી છે. ૪૮૯ કુત્રિકા પણ
આ શબ્દ કુત્રિક-આપણુ એ ત્રણ શબ્દોને બનેલું છે. કુ એટલે પૃથ્વી. ત્રિક એટલે ત્રણ. એટલે કે મર્યે, સ્વર્ગ અને પાતાળ એ ત્રણે લોકની વસ્તુઓ જયાં મળી શકે તેવી દુકાન (આપણ). વર્તમાનમાં, નાનામાં નાની ટાંકણુથી મોટામાં મોટા હાથી સુધીની તમામ પ્રકારની વસ્તુઓ વેચનારી યુરોપ અમેરિકાની સુપ્રસિદ્ધ દુકાન જેવી આ દુકાનો હશે તથા ત્યાં બધા દેશને માલ મળી શકતો હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org