________________
અજરામરતાના માર્ગમાં પોતાના આજીવન સહચારી બનાવ્યા. સ્ત્રીઓનું રૂપલાવણ્ય અને એમની કમળતા માણસને ભોગવિલાસ તરફ લલચાવી પાડે છે. પણ જે એ સ્ત્રીહદય પોતે શુદ્ધ અને ઉન્નત હય, તે એ જ કામળતાને લીધે દયાભાવ કેળવી પુરુષને વિષયનિમ્ન કરી શકે છે અને સદાચાર તરફ દોરી શકે છે. તેમ કરવા ખાતર શરીરની અંદર રહેલી ગંદકીનું સ્મરણ કરાવવું જોઈએ એવું નથી.
પિતાની સુંદર આંખો ઉપર આશક થયેલા એક કામુકને પિતાના નખ વતી પોતાને ડાળો કાઢી આપનાર બૌદ્ધ ભિક્ષુણું શુભાનું અહીં સ્મરણ થયા વિના કેમ રહે?
માકેદી” ની વાર્તા તે દુનિયાના બધા જ દેશમાં એક યા બીજે રૂપે પ્રચલિત છે. ચંદ્રના શુકલપક્ષ અને કૃષ્ણપક્ષને ભેદ પણ એટલો જ સાર્વભૌમ છે.
“દાવદવનાં ઝાડીવાળી વાર્તા અત્યંત મહત્ત્વની છે, જે કે એમાં વાર્તા જેવું કાંઈ જ નથી. અહિંસાના મહાપ્રચારક મહાવીરે પિતાને સંપ્રદાયના તેમજ ભિન્ન સંપ્રદાયના કે ભિન્ન ધર્મના બધા લેકે જેઓ સમભાવ રાખવાને કરેલે ઉપદેશ આજના જમાનામાં કેવળ દિગંબર વેતાંબર જનો માટે જ નહિ પણ બધા જ ધર્મના લેકે માટે ઉપગી છે.
સાધના કરવાથી પતિતમાં પતિત માણસ પણ શુદ્ધ થઈ શકે છે; સુસ્થિતિ અને દુઃસ્થિતિ સંસ્કાર ઉપર જ આધાર રાખે છે, એ બતાવવા માટે જિતશત્રુ રાજા અને એના સુબુદ્ધિ અમાત્યની વાર્તા અને એમાં આવેલ પાણીને દાખલે એક વાર વાંચ્યા પછી ધ્યાનમાંથી ખસે એવું નથી. કેવળ પ્રસિદ્ધિ અને કીર્તિ માટે દાનધર્મ કરનાર કે સમાજસેવા કરનાર આજકાલના ઢગલાબંધ લોકોને દેડકાની વાર્તા જરૂર ભેટ આપવા જેવી છે. સંસારમયથી ત્રાસેલાનું શરણ પ્રવજ્યા છે, અભય એ તો એક દાન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org