________________
૨૦
પુંડરીક ની વાર્તા આપી છે. અહીં કંડરીક સાચેસાચો વૈરાગ્ય કેળવીને પ્રવજ્યા લે છે, પણું શરીરધર્મને વશ થઈ ભગાથી બને છે. એને મેટે બાઈ એને બચાવવાનો પ્રયત્ન કરી જુએ છે. એમાં ન ફાવવાથી એ મુનિ મહારાજને ભેગાથી જોઈ પિતાની રાજગાદી આપી દે છે અને પિતે એનું વ્રત સ્વીકારી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થવાને રસ્તો લે છે. તુંબડાની વાર્તામાં તો હિંસા, અસત્ય, ચૌર્ય, પરિગ્રહ, અબ્રહ્મચર્ય, ક્રોધ, માન, માયા, લેભ ઇત્યાદિ સંસ્કાર માણસને કેમ ડુબાવે છે અને એથી ઊલટા સત્યાદિ સંસ્કાર માણસને કેમ તારે છે એ બતાવ્યું છે.
રેહિણું' ની વાર્તા વાંચતાં એ જ જાતની બીજી કેટલીયે વાતો યાદ આવે છે. સસરાએ આપેલા દાણું ફેંકી દેનાર ઉજિઝકા, ખાઈ જનાર ભગવતી, સાચવી રાખનાર રક્ષિત અને વાવી વધારનાર રોહિણું, આ ચાર વહુમાં રહિણી શ્રેષ્ઠ છે એ તો સહેજે સિદ્ધ થાય છે. ગુરુના શિષ્યો પણ આ ચાર પ્રકારના હોય છે એ બોધ પણ સ્પષ્ટ છે. પણ સામાન્ય લોકવાર્તાની પેઠે સસરાએ હિણને ઘર સેંપી બાકીની વહુઓને હાંકી નથી કાઢી. રહિણને ઘર સાંપ્યા પછી રક્ષિકાને સંપત્તિની રખેવાળી સોંપી, ભોગવતીને રસેડાની અધિષ્ઠાત્રી નીમી અને ઉજિઝકાને ઘરની સફાઈની જવાબદારી આપી. યોજક હોય તો દરેકને એને લાયક સ્થાન આપી જ દે. - મલ્લિ’ વાળી વાર્તામાં બાહ્ય સૌંદર્યવાળા શરીરમાં કેટલી દુર્ગધ રહેલી હોય છે એનું દર્શન કરાવી વૈરાગ્યની પ્રેરણ કરી જ છે; પણ આર્ય સુધમાં કહે છે તેમ એ વાર્તામાં શ્રમણભગવાન મહાવીરે સ્ત્રીજીવનનો પરાકાષ્ટાએ પહેચેલે વિકાસ બતાવ્યો છે. કેમકે રૂપવતી રાજકન્યા મલ્લિએ પોતાના પર આશક થયેલા અને પિતાના પિતા સામે રણે ચડેલા રાજકુમારોને યુદ્ધમાંથી તો ઉગાર્મ જ પણ તે ઉપરાંત તે રાજપુને ભોગવિલાસમાંથી બચાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org