________________
અધયયન-૧ તેમનાં માતપિતા પાર્શ્વનાથનાં શ્રમણોપાસક હતાં. તેમના પિતા જ્ઞાતકુળ ના ક્ષત્રિય હતા. મહાવીરને જન્મ વૈશાલિમાં (અત્યારનું બસાર, પટણાથી ૨૭ માઈલ ઉત્તરે) ક્ષત્રિયકુંડમાં થયે હતો. તેમનાં માતપિતાએ તેમનું નામ વર્ધમાન રાખ્યું હતું. તે ત્રીસ વર્ષના થતાં તેમનાં માતપિતા મૃત્યુ પામ્યાં. ત્યારબાદ મેટાભાઈની રજા લઈ તેમણે પ્રવજ્યા લીધી અને ૧૨ વર્ષ તપશ્ચર્યા અને ધ્યાનમાં ગાળ્યા બાદ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારપછી તે ૩૦ વર્ષ સુધી ઉપદેશ આપતા આવ્યા અને ૭૨ વર્ષની ઉમરે ઈ. સ. પૂર્વે ૪૮૦ ની આસપાસમાં પાવાપુરીમાં નિર્વાણ પામ્યા. શ્વેતાંબરે તેમજ દિગંબર બંનેને મહાવીર સ્વામી તીર્થકર તરીકે સરખા જ માન્ય હોવા છતાં તેમના જન્મની અને વિવાહની હકીકત તથા સમયાદિ વિષે બંનેમાં મતભેદ છે.
તેમનાં બીજાં નામ આ પ્રમાણે છે:– વીર, ચરમતીર્થકૃત, દેવાર્ય, જ્ઞાતનંદન, વૈશાલિક, સન્મતિ, મહતવીર, અંત્યકાશ્યપ, નાથાશ્વય (જ્ઞાતાવય).
બૌદ્ધગ્રંથમાં તે દીર્ઘતપસ્વી નિગંઠ નાતપુત નામે પ્રસિદ્ધ છે.
વર નિર્વાણ સંવત ૨૪૭૬મે અત્યારે ચાલે છે (તાંબર). ૫૩ સુધમાં
તેમના પરિચય માટે જુઓ રાયચંદ જિનાગમસંગ્રહનું, ભગવતીસૂત્ર, પ્રથમ ભાગ-પૃ. ૧૫.
આવશ્યકચૂમાં ષભદેવના પિતાના જ લોકે”ને જ્ઞાત તરીકે જણાવેલા છે; તેઓનું કુળ તે જ્ઞાતકુળ અને તેઓને વશ તે જ્ઞાતવંશ. મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન કહે છે કે વર્તમાનમાં માનભૂમ. તરફ જે જાતિ “જથરિયા” નામથી જાણીતી છે તે પ્રાચીન જ્ઞાત કે જ્ઞાતૃવંશની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org