________________
૧૧૮
ટિપણે નામ ચંપાનાલા છે અને તે ભાગલપુરથી ત્રણ માઈલ દૂર આવેલું છે. તેની પાસે જ નાથનગર પણ છે. ૩: કેણિક - આ રાજા પ્રસેનજિતને પૌત્ર અને શ્રેણિકને પુત્ર થાય. તેનું બીજું નામ જેન કથામાં અશોકચંદ્ર પણ આપ્યું છે. બૌદ્ધગ્રંથોમાં આ રાજા અજાતશત્રુ નામે પ્રસિદ્ધ છે. તે બુદ્ધ તેમજ મહાવીરને સમસામયિક હતો. તેની માનું નામ ચલણ હતું.
ભગવતીસૂત્રમાં તેને વળી વિદેહપુર કહે છે. (જુઓ ટિપ્પણુ નં. ૨૧.) આ વજજી શબ્દ બૌદ્ધગ્રંથપ્રસિદ્ધ વજવંશ સાથે સંબંધ ધરાવે છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં (અધિકરણ ૧૧) તેને માટે વજિક શબ્દ આપેલો છે. મજિઝમનિકાયની અદ્રકથામાં આ વછવંશની ઉત્પત્તિ બતાવતાં તે શબ્દની વ્યુત્પત્તિ વિચિત્ર રીતે આપેલી છે. પરંતુ ગ– “જવું' ધાતુ ઉપરથી તે શબ્દ થયેલો હેવાથી તેને અર્થ કેઈ ભટકતી જાતિ' એવો થાય.
ભગવતીસૂત્રની ટીકામાં વજીને અર્થ વજી એટલે વજવાળા-ઈદ્ર' એ કરવામાં આવ્યો છે. અને આચાર્ય હેમચંદ્ર પણ મહાવીરચરિતમાં એ જ અર્થનું સમર્થન કર્યું છે.
કણિકને વિદેહપુર કહ્યો છે તેનું કારણ એ છે કે તેની માતા ચલણું વિદેહવંશની હતી.
વાજી રાજાઓની ઉત્પત્તિ વિષે વિશેષ માહિતી માટે પુરાતત્ત્વ પુ. ૧, પા. ૧રપ ઉપર અ. કેબીને લેખ જુઓ. ઇઃ મહાવીર
જૈનધર્મના ૨૪ તીર્થકરમાંના છેલ્લા તીર્થકર. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ માતાનું નામ ત્રિશલા, ભાઈનું નામ નંદીવર્ધન, પત્નીનું નામ યશેલા, પુત્રીનું નામ પ્રિયદર્શન અને જમાઈનું નામ જમાલિ હતું. તે તેમની બેન સુદર્શનાનો પુત્ર હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org