________________
૧૪૭
૧૮ઃ સુસુમ વગેરે લીધું તથા સુસુમાને ઉપાડી તે પિતાની સિંહગુહામાં પાછા આવ્યે.
સવારના પહોરમાં ઘેર આવીને જોયું તો ધન્યને જણાયું કે ધન સાથે સુસુમા પણ ચોરના હાથમાં ગઈ હતી. તેથી તે મેટું નજરાણું લઈને નગરગેતૃકે પાસે ફરિયાદ કરવા ગયો. તેમની પાસે જઈને તેણે બનેલી બધી વાત તેમને કહી સંભળાવી. તેઓ હથિયાર સજીને, જાણે સમુદ્ર ચાલતો હોય તેમ ટોળાબંધ રાજગૃહમાંથી નીકળી ચિલાતની સિંહગુહા તરફ ચાલ્યા.
તેમને આવતા જોઈને ચિલાતના સાથીઓ ભયથી આડાઅવળા નાસી ગયા. એક ચિલાત ચુંસુમાને લઈને એક ઘોર અટવી તરફ નાસવા લાગ્યો.
ધન્ય અને તેના પાંચ પુત્રો તેને સુસુમાને લઈને નાસતે જોઈ હાંકોટા કરતા, પોકાર પાડતા, રડે નાખતા તેની પાછળ પડ્યા.
કેટલેક દૂર ગયા પછી જ્યારે ચિલાત સુંસુમાને ઉપાડીને ચાલવા અશક્ત થઈ ગયે, ત્યારે તરવાથી તેનું માથું કાપીને પોતાની સાથે લઈ તે ઘોર અટવીમાં નાઠે. ત્યાં ભૂલ પડી તરસને માર્યો તે અધવચ્ચે જ મરી ગયો.
આ બાજુ ધન્ય અને તેના પાંચ પુત્રો પણ દોડતા દોડતા થાકી ગયા પણ ચિલાતને પકડી શકયા નહિ. પાછા વળતાં, સુંસુમાનું રસ્તામાં પડેલું શબ જોતાં જ તેઓ મૂછિત થઈને જમીન ઉપર ગબડી પડ્યા.
- ભાન આવ્યા બાદ તેઓ ભારે કલ્પાંત કરવા લાગ્યા. તે બધા થાકી ગયેલા હોવાથી ભૂખ્યા અને તરસ્યા થઈ ગયા હતા. એટલે તેઓ અટવીમાં કાંઈ ફળફૂલ તથા પાણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org