________________
ધર્મકથાઓ શોધવા નીકળ્યા. પરંતુ ઘણે દૂર ગયા છતાં ખાઈ શકાય તેવું કે પી શકાય તેવું કાંઈ જ તેમને મળ્યું નહિ.
છેવટે ધન્ય સાર્થવાહે પિતાના મોટા દીકરાને બોલાવીને કહ્યું કે, “તમે અહીં ભૂખ્યા તરસ્યા મરી જશે, માટે મને મારીને મારું માંસ અને લેહી ખાઓ તથા રાજગૃહ જીવતા પહોંચીને ધર્મ અને પુણ્યના ભાગી થાઓ.”
મેટે પુત્ર બોલ્યો, “હે તાત ! તમે મારા પિતા છે, ગુરુ છે, સંરક્ષક અને સંગાપક છે; તમને હું શી રીતે મારું? પણ તમે મને મારીને મારા લેહી અને માંસથી જીવતા રહી આ અટવી પાર કરી જાઓ.”
બીજા પુત્રે તે સાંભળી પિતાને કહ્યું – “મારી હયાતીમાં મારા ગુરુ અને દેવતા જેવા મોટા ભાઈને ન મારતાં મને જ મારી તમે બધા જીવતા જગૃહ પહોંચે.”
આ રીતે બધા પુત્રએ પિતાને આગ્રહપૂર્વક કહ્યું. છેવટે ધન્ય પિતાના વહાલા પાંચ પુત્રોને કહ્યું કે, “હે પુત્રે આપણે એકે ન મરીએ. આ સુંસુમાનું શબ નિપ્રાણ અને નિર્જીવ પડયું છે. તેના માંસ અને લેહીથી આપણે બધા બચીને રાજગૃહ પહોંચીએ.”
પિતાની આ વાત બધાને ગમી. તેઓએ અરણી અને શરકના સંગથી અગ્નિ સળગાવ્યો અને લાકડાંની તાપણીમાં સુંસુમાનું માંસ પકાવ્યું તથા લેહી સાથે ખાધું. ત્યારબાદ જીવતા રાજગૃહ પાછા ફરીને તેઓ ધર્મ અને પુણ્યની પ્રવૃત્તિમાં તત્પર થયા.
ધન્ય સાર્થવાહે રાજગૃહમાં આવીને સુસુમાનું લૌકિક કર્યું. કાળક્રમે બધા સુંસુમાના મરણને શેક ભૂલી ગયા.
રાહ એ તથાસા અને લાગણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org