________________
૧૩૨
ધર્મકથાઓ જઈ શકે તે માટે લવણસમુદ્રમાં માગ કરી આપ એટલું ઘણું છે.
પછી પોતાની બધી સેનાને પાછી વાળીને કૃષ્ણ તથા પાંડવોએ લવણસમુદ્રમાં પોતાના રથ ઉતાર્યા અને તેની વચ્ચે થઈને ઝપાટાબંધ તેઓ અપરકંકાના અગ્રદ્યાનમાં પહોંચી ગયા.
ત્યાં રથ ઊભા રાખીને કૃણે પોતાના દારુક સારથીને ભાલામાં ભરાવેલા લેખ સાથે પદ્મનાભ પાસે મેક અને કહેવરાવ્યું કે, “કાં તો દ્રોપદીને પાછી આપ કે યુદ્ધ માટે તૈયાર થા.”
તે ત્યાં જઈને પિતા તરફથી રાજાને પ્રણામ કરીને કૃષ્ણનો સંદેશે કહેવા ભાલામાં ભરાવેલો લેખ આગળ ધર્યો અને દ્રૌપદીને પાછી આપવાની કે યુદ્ધ માટે તૈયાર થવાની હાકલ કરી.
પદ્મનાભ તે સાંભળી ખૂબ ગુસ્સે થયે અને રાજનીતિશાસ્ત્રમાં દૂત અવધ્ય હોવાથી તેને ન મારતાં તેનું અપમાન કરીને પાછલે દરવાજેથી તેને કાઢી મૂક્યો અને કહ્યું – “તારા કૃષ્ણને કહેજે કે હું પોતે જ યુદ્ધ માટે સજિજત થઈને બહાર આવું છું.”
ત્યાર પછી પદ્મનાભે પિતાની સેના તૈયાર કરાવી તથા પોતે પોતાના મુખ્ય હસ્તી ઉપર બેસી યુદ્ધ માટે કૃણ હતો ત્યાં ગયો. તેને દૂરથી આવતો જોઈ ને વાસુદેવે પાંડેને પૂછયું – “છોકરાઓ ! તમે લડશે કે મારી લડાઈ જશે?”
પાંડવોએ કૃષ્ણને પિતાની લડાઈ જવાનું કહ્યું. પદ્મનામે ઝપાટાબંધ પાંડવોને હંફાવીને વિખેરી નાખ્યા તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org