________________
ધર્મકથાઓ તેણે પાંચ પાંડને પાંચ વર્ણનાં પુષ્પની વરમાળાથી આવેષ્ટિત પરિવેષ્ટિત કર્યા અને કહ્યું – “આ પાંચ પાંડવને હું વરી.”
તરત જ બધા લોકેએ “ઠીક કર્યું,” “ઠીક કર્યું.” એવી ઘોષણા કરી. ત્યારબાદ બીજા બધા રાજાઓ પોતપતાને ઉતારે પાછા ચાલ્યા ગયા.
પછી ઇષ્ટદ્યુમ્ન પાંચ પાંડવ અને દ્રૌપદીને અશ્વરથમાં બેસાડી દ્રપદના રાજમહેલમાં લાવ્યા. રાજા દ્રુપદે પાંચ પાંડ અને દ્રૌપદીને પાટ ઉપર બેસાડી અભિષેક કરાવ્યું, હેમ કરાવ્યું, અને પાંચ પાંડવો સાથે દ્રૌપદીનું પાણિગ્રહણ કરાવ્યું તથા પ્રીતિદાનમાં અનેક દાસદાસીઓ સાથે વિપુલ ધન આપ્યું.
ત્યાર બાદ દ્રપદ રાજાએ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવીને આવેલા દાજાઓને ખૂબ આદરથી જમાડ્યા અને વિદાય કર્યા. તે વખતે પાંડુરાજાએ તે બધા જ રાજાઓને પાંડ અને દ્રૌપદીના પાણિગ્રહણ ઉત્સવ વખતે હસ્તિનાપુરમાં આવવા વિનંતિ કરી.
પાંડુ રાજાએ હસ્તિનાપુરમાં સાત સાત માળના ઊંચા પાંચ મહેલે તૈયાર કરાવ્યા અને તે તૈયાર થયે પિતાના પાંચ પુત્રો અને દ્રૌપદીને લઈને મોટા પરિવાર સાથે તે કપિલપુરથી નીકળી હસ્તિનાપુર આવ્યો.
ત્યાં તેણે ગામ બહાર એક માટે મંડપ કરાવ્યો. એગ્ય વખતે નેતરેલા બધા રાજાઓ આવી પહોંચ્યા. દ્રપદની પેઠે પાંડુએ પણ તેમને સારી રીતે સત્કાર કર્યો તથા તે બધાની સમક્ષમાં તેણે પાંચ પાંડ અને દ્રૌપદીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org