SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬: અપરકા નગરી વખત થતાં અધા રાજાએ મંડપમાં આવી પહોંચ્યા. રાજા દ્રુપદ પણ આવીને બધાને સત્કાર કરી, કૃષ્ણ વાસુદેવને શ્વેત ચામર ઢોળતા ઊભા રહ્યો. દ્રૌપદી નાહી, ખલિક કરી, મદિરને ચેાગ્ય શુદ્ધ વચ્ચે મદલી, જિનગૃહમાં ગઈ. ત્યાં તેણે જિનપ્રતિમાને જોતાં જ પ્રણામ કર્યાં, લેામહુસ્તક લઈને પ્રતિમાઓને પરામશી, અને સૂર્યોભદેવની પેઠે પ્રતિમાઓની પૂજા કરી ધૂપ કર્યાં. ત્યારબાદ ડામા જાનુને ઊંચા કરી, જમણા જાનુ નીચે સ્થાપી, ત્રણ વાર માથું નમાવી, પ્રતિમાની સ્તુતિ કરતી એલી : नमोत्थु णं अरिहंताणं, भगवंताणं (जाव) संपत्ताणं પછી તે અંતઃપુરમાં ગઈ તથા સર્વોલ કારવિભૂષિત થઈને પેાતાના ભાઈ ધૃષ્ટદ્યુમ્નથી હુંકાતા અશ્વરથમાં બેસી, અનેક દાસદાસીએ તથા પેાતાની ક્રીડાપિકા ધાત્રી અને લેાંખકા દાસી સાથે સ્વયંવરમ’ડપમાં આવી. .. Jain Education International ૧૫ 3. આવતાં વેંત જ તેણે નમ્રતાપૂર્વક બધા રાજાઓને પ્રણામ કર્યા. પછી હાથમાં દણવાળી ધાત્રીને સાથે લઈને તે સ્વયંવરમાં ગજગતિથી ફરવા લાગી. કણમાં જે રાજાનું પ્રતિબિંબ પડતું તે રાજાનાં વંશ, નામ, ગેાત્ર, સત્ત્વ, સામર્થ્ય, પરાક્રમ, લાવણ્ય, શાસ્ત્રાભ્યાસ, માહાત્મ્ય, રૂપ, ચૌવન, કુલ અને શીલ તે ધાત્રી દ્રૌપદીને વવી મતાવતી. તે પ્રમાણે દણમાં પડતાં રાજાએનાં પ્રતિષિમ જોતી તથા ધાત્રીએ કહેલું વર્ણન સાંભળતી સાંભળતી દ્રૌપદી હજારા રાજકુમારેાને વટાવીને જ્યાં પાંડવા હતા ત્યાં આવી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004946
Book TitleBhagwan Mahavira ni Dharmkathao
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy