________________
૧ર
૧૬ઃ અપરકકા નગરી
૧રહ સાથે પાટ ઉપર બેસાડી અભિષેક કરાવ્યું. ત્યાર બાદ આવેલા રાજાઓને ઘણું આદર સાથે વિસજિત કર્યા.
હવે પાંચ પાંડવે દ્રૌપદી સાથે સુખવિલાસથી રહેવા લાગ્યા. એવામાં એક વાર મૃગચર્મના ઉત્તરાસંગવાળા, હાથમાં દંડ અને કમંડલુ ધારણ કરનારા, જટાધારી, જઈ ગણેત્રિકા, મુંજમેખલા ને વલ્કલ પહેરનારા, કચ્છી વીણુ વગાડનાર, કજિયા ખેર, મધ્યસ્થ અને ગાંધર્વપ્રિય એવા કચ્છ નારદ કજિયાની શોધમાં પાંડુરાજાના મહેલમાં આકાશથી ઊતરીને આવી પહોંચ્યા.
નારદને આવતા જોઈને પાંચ પાંડવે, કુંતી અને પાંડુરાજાએ આસનથી ઊઠી, સાત આઠ પગલાં નારદની સામે જઈ તેમની પ્રદક્ષિણા કરી, વંદન અને નમનથી તેમને સત્કાર કર્યો તથા જમીન ઉપર પાણી છાંટી તેમને બેસવા માટે દર્ભ ઉપર આસન પાથર્યું.
આ આસને બેસીને નારદે રાજાનું, રાજકુટુંબનું અને અંતઃપુરનું કુશળમંગળ પૂછ્યું. તે વખતે નારદને અસંયત તથા પાપથી અવિરત સમજીને દ્રૌપદીએ તેમને આદર ન કર્યો, તેમનું સંમાન ન કર્યું અને પાંડવોની પેઠે તેમની ઉપાસના પણ ન કરી.
નારદને મનમાં વિચાર આવ્યું કે પાંચ પાંડવામાં અનુબદ્ધ થયેલી દ્રોપદી, રૂપ અને લાવણ્યના જેસમાં મારો આદર તથા ઉપાસના નથી કરતી. માટે મારે ત્રાષિના અનાદરનું ફળ તેને બતાવવું જોઈએ.
હવે નારદ પાંડુને કુશળમંગળ પૂછીને પૂર્વ દિશા તરફ લવણસમુદ્રની વચ્ચેના માર્ગ ઉપર આકાશમાં વિહરવા લાગ્યા. તે વખતે ધાતકીખંડ દ્વીપમાં, પૂર્વના દક્ષિણાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org