________________
१४
છેલ્લાં સેા-પચાસ વર્ષોંમાં - મનુષ્યજાતિનું જ્ઞાન અને સામર્થ્ય ભલે વધ્યાં હાય, પણ સંસ્કારિતા અથવા ધબુદ્ધિ સરવાળે કાંઈક ઘટ્યાં છે એમ જ કહેવું જોઇ એ. નહિ તે। વિશ્વશાંતિ આટલી જોખમમાં આવી ન પડત. માણસમાં માણસાઈ જે જમાનામાં વધારે હોય તે જમાને સંસ્કારી મે આપણે ભૂલવું ન જોઈ એ. ભાગ અને ઐશ્વર્યાં. બન્ને વાપરવાની યુક્તિઓના વિસ્તાર કરે તે જમાનાને સમથ ભલે કહીએ, પણ એને સંસ્કારી તો ન જ કહી શકાય. બારૈશ્વની ઉપાસના આજે એટલી બધી વધી છે કે દુનિયાભરના વિચારક લેાકેાના મનમાં ચિંતા પેઠી છે કે મનુષ્યજાતિનું ગાડુ આગળ કેમ ચાલશે? ઇતિહાસ, સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્ર ત્રણે કહે છે કે મનુષ્યજીવનને કાંઈક ઈલાજ કરવા જોઈએ. દરેક શાસ્ત્ર પેાતાની મેળે ઇલાજો શેાધી કાઢે છે; પણ અંતે મને-કમને એ બધાને ધર્મશાસ્ત્રાના અસકુચિત અને વ્યાપક, સ`કલ્યાણકારી સિદ્ધાંતાનું જ શરણ લેવું પડે છે.
આવે। પશ્ચાત્તાપાભિમુખ અને અમુક અર્થમાં નિવૃત્તિપરાયણુ જમાના હવે નજીક આવ્યું છે. આ ધર્મકથાએ એ જમાનાની મદદમાં અનેક રીતે આવશે અને મૂંઝાયેલા જનસમાજને અહિંસામૂલક વિશ્વકુટુંબવાદ સ્થાપિત કરવામાં મદગાર થશે એવી શ્રદ્ધા છે.
આ કથાઓ દેખાવે ભલે સાદી હાય પણ એમની અસર એમની સાદી, સીધી અને સચેાટ શૈલી ઉપર જ કેવળ નથી; પણ વિશ્વહિતના સમ`ગળકારી સંકલ્પથી કરેલી ઉગ્રમાં ઉગ્ર તપશ્ચર્યાંનું બળ આ કથાએ પાછળ છે. આ સાહિત્યસેવી કલાકારોનું લલિત લખાણ નથી; પણ જીવનરહસ્યના પારગામી એવા મહાવીરે આખી મનુષ્યજાતિ માટે આપેલા ધર્માનુભવને નિચેાડ એમની પાછળ છે. પ્રાકૃતદ્ધિ, અભણ અને ભેાળા લેાકેાને માટે પણ પૂરતા મેધ મળે એ હેતુથી ભાળી શૈલીમાં આ કથાઓ લખી છે, એ જ એમની મહત્તા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org