________________
“ભગવાને પિતાનું મંતવ્ય બીજાને બરાબર સમજાવવાની પદ્ધતિ આ અધ્યયનમાં વર્ણવી બતાવી છે.” સમભાવ કેળવવાની શિક્ષા, આહાર કરવાને ઉદ્દેશ, સંયમની કઠોરતા અને સંયમનું શુભ પરિણામ, અનાસક્તિનું માહાભ્ય ઇત્યાદિ જીવનસાધનાને મહત્ત્વના એવા વિષયો ઉપર ધર્મકથાઓ ગોઠવી. શ્રદ્ધાથી સાંભળનારને ધર્માભિમુખ કરવાને ભગવાનને પરમ કાણિક અને મંગળ પ્રયત્ન આ કથાઓમાં આપણે જોઈએ છીએ. આ કથાઓ શાસ્ત્રીય વિવાદ માટે લખાયેલી નથી પણ જીવના કલ્યાણ માટે લખાયેલી છે. જેને પિતાની ઉન્નતિની અ૮૫માત્ર પણ ઇચ્છા હોય એને આમાં રસ પડ્યા વિના રહેવાને નથી.
પ્રાચીન ગ્રંથોમાં દેશ, કાલ તથા પરિસ્થિતિ વિષે, રિવાજે અને માન્યતાઓ વિષે પ્રસંગ પર જે ઉલ્લેખ આવે છે, તેનું મહત્ત્વ એતિહાસિકાને અને સંશોધકોને અસાધારણ હોય છે. પ્રસંગ પરત્વે સહેજે કરેલા ઉલ્લેખો ખાસ લખાયેલા ઇતિહાસ કરતાં અનેક દૃષ્ટિએ વધારે પ્રામાણિક હોય છે. માત્ર એવા ઉલ્લેખનું મૂલ્ય આંકવાની પદ્ધતિ હાથમાં આવવી જોઈએ.
એવા ઉલ્લેખનું સ્પષ્ટીકરણ કરનાર ટિપ્પણીઓ આ ગ્રંથને અંતે આપેલી છે, તેથી અભ્યાસકોને આ ગ્રંથ વિશેષ ઉપયોગી થયો છે. તે વખતની કેળવણી પ્રમાણે જે વસ્તુઓ લોકોને માટે સર્વવિદ્ભુત હતી, જેમકે વિવાઓ, કળાઓ વગેરે, તે આજે સામાન્ય લેક તે પણ પંડિતે પણ જાણતા નથી. એવી વસ્તુઓનું વિવરણ કરવું આજના જમાનામાં વિશેષ આવશ્યક છે. એમાં કેવળ કુતૂહલની તૃપ્તિ નથી પણ પ્રાચીન કાળની સંસ્કારિતાને આદર્શ કેવો હતો એને આખો ચિતાર એમાં મળી જાય છે.
- વિજ્ઞાનનો આજે આપણે કંઈક વધારે ઉપયોગ કરતાં શીખ્યા છીએ એટલા ઉપરથી આપણે એમ ન માની બેસીએ કે જૂના કાળ કરતાં આજનો જમાને વધારે સંસ્કારી છે. ખરું જોતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org