________________
વાચકો શ્રદ્ધાભક્તિથી અને નમ્ર અંતઃકરણથી શિષ્યભાવે એમનું સેવન કરશે.
મહાવીર સ્વામીનું જીવનચરિત્ર ગમે તેટલું વિશુદ્ધ ઉદાત્ત, અને ઉગ્ર તપવાળું હોય તો તેમાં કવિઓને અને કળારસિકોને રસ પડે એવા Romantic અંશે નથી' એમ કેટલાકનું કહેવું છે. અને તેથી ગૌતમ બુદ્ધ, શંકરાચાર્ય અથવા ઈશુખ્રિસ્તના જીવનપ્રસંગે લખતાં લેખકને જે રસ છૂટે છે, તે રસ મહાવીરનું જીવન લખતાં છૂટતો નથી' એવા ઉદ્ગારે કેક વાર સાહિત્યસેવીએ પાસેથી સાંભળીએ છીએ. અમેરિકાની શોધ કરનાર કોલંબસ, વીજળીની શોધ કરનાર ફેરેડે, જીવનનું એસિડ શોધનાર બુદ્ધ, તમામ વિકારે ઉપર વિજય મેળવવાને રસ્તો શોધનાર ભગવાન મહાવીર, એ દરેકના જીવનમાં આપણને સરખે જ અદ્દભુત રસ મળવો જોઈએ. પણ બાહ્ય દુનિયામાં કરેલાં પરાક્રમ જેમ નજરે જેવાય છે અને શબ્દ વર્ણવાય છે, તેમ આંતરિક દુનિયામાં કરેલાં પરાક્રમો જેવાતાં કે વર્ણવાતાં નથી. એટલા જ ખાતર માર સાથેના યુદ્ધ જેવાં અદ્ભુત રસનાં રૂપકે તૈયાર કરવાં પડે છે.
જીવનમાં વિવિધ વિજય પ્રાપ્ત કરવાની તક મળવી એ જેમ એક ભાગ્યનો વિષય છે, તેમ માણસને સમર્થ ચરિત્રલેખક મળ એ પણ એક ભાગ્યનો વિષય છે. જીવનમાં મહત્ત્વની ઘટનાઓ, જાતજાતનાં પરાક્રમે, વીતેલાં સંકટ અને સમાજ ઉપર પાડેલી અસરે એ જેટલું મહત્ત્વનો ભાગ ભજવે છે, તેટલો જ મહત્ત્વને ભાગ આર્ય પુરુષે કરેલા વિચારે, ચલાવેલી કલ્પનાઓ, આપેલા બધે અને ગોઠવેલા સિદ્ધાંત પણ ભજવે છે. જીવનચરિત્રમાં આ બધી જ વસ્તુઓ આવવી જોઈએ. ચરિત્રની આ બાજુ ખીલવીને લખવાની કળા જૂના વખતમાં એટલી ખેડેલી ન હતી, એટલે જૂના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org