________________
ધર્મકથાઓ સખીઓ સાથે સેનાના દડાથી રમતી સુકુમાલિકાને જોઈ. તેને જોઈને તે તેના ઉપર આસક્ત થયે.
ઘેર પાછા ફર્યા બાદ તેણે પોતાના પિતાને સુકુમાલિકાનું માગું કરવા તેના પિતા પાસે મોકલ્યો. તેણે જઈને તેના પિતાને કહ્યું કે, “હે દેવાનુપ્રિય! જે તમને યુક્ત લાગતું હોય, પાત્રતા દેખાતી હોય, લાઘા ભાસતી હોય અને સરખે સંગ જણાતે હોય તે મારા સાગરને તમારી સુકુમાલિકા આપ. તમે માગે તેટલું શુક પણ આપવા હું તૈયાર છું.”
સુકુમાલિકાના પિતાએ જણાવ્યું -“હે દેવાનુપ્રિય! જે તમારા પુત્ર મારે ત્યાં ઘરજમાઈ રહે તે જ હું તેને મારી પુત્રી આપું. કારણ કે મને મારી પુત્રી એટલી બધી વહાલી છે કે તેના વિના એક ક્ષણ પણ હું રહી શકતું નથી.”
સાગરના પિતાએ પાછા આવીને આ હકીકત સાગરને કહી સંભળાવી. સાગરે તેને કશો વિરોધ ન કર્યો. એથી સારાં તિથિનક્ષત્રને વેગ થયે, વિધિપૂર્વક જ્ઞાતિજન કરાવીને તથા સાગરને શણગારીને જિનદત્ત સાર્થવાહ સાગરદનને ઘેર માટી ધામધૂમ સાથે ગયો. સાગરદત્ત પણ તેને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી સત્કાર કર્યો તથા પોતાની પુત્રીનું સાગર સાથે લગ્ન કર્યું.
પાણિગ્રહણ સમયે સુકુમાલિકાને પાણિસ્પર્શ સાગરને તરવાર જે તીક્ષણ, અગ્નિ જે દાહક અને અત્યંત અનિષ્ટ લાગ્યો. તે સ્પર્શથી મુહૂર્ત સુધી તે તે પરવશ જે થઈ ગયો. લગ્ન થઈ રહ્યા બાદ રાત્રે જ્યારે તે તેની સાથે એક પથારીમાં સૂતે ત્યારે પણ તેના અંગને સ્પર્શ તેને તરવારની ધાર જે તીર્ણ, અગ્નિ જે દાહક અને અત્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org