________________
૧૧ અપરકા નગરી અનિષ્ટ લાગ્યો. આથી તે ઊઠી જુદી પથારીમાં જઈને સૂઈ ગયે.
મુહૂર્ત પછી જાગીને સુકુમાલિકાએ જોયું તો પિતાની પથારીમાં સાગર ન હતા; તેથી તે ઊઠીને સાગરની પથારીમાં જઈને તેની સાથે સૂઈ ગઈ. ત્યાં પણ સાગરને તેનો સ્પર્શ અત્યંત અસહ્ય લાગવાથી, કઈ માણસ જેમ મારાથી નાસી છૂટે તેમ ત્વરાથી સુકુમાલિકાનું ઘર છોડીને તે પિતાને ઘેર ચાલી આવ્યું.
સવાર થતાં સુકુમાલિકાની માતાએ દાસીને વરવહુમાટે શયનગૃહમાં મુખશે નિકા મૂકી આવવાનું કહ્યું. મુખશોધનિકા મૂકવા ગયેલી દાસીએ શેક કરતી એકલી સુકુમાલિકાને જોઈ; પણ સાગરને ન જોયે. તેણે આવીને સુકુમાલિકાના પિતા સાગરદત્તને સાગરના ચાલ્યા જવાની વાત કહી.
તે સાંભળીને ક્રોધે ભરાયેલે સાગરદત્ત જિનદત્તને ત્યાં જઈ કહેવા લાગે –“હે દેવાનુપ્રિય! આ શું યુક્ત છે કે કાંઈ પણ દેષ બતાવ્યા સિવાય, પતિવ્રતા સુકુમાલિકાને છેડીને ઘરજમાઈ રહેવાને બંધાયેલે સાગર તારે ત્યાં ચાલ્યો આવે ?”
- જિનદત્ત પિતાના પુત્ર સાગરને ઠપકો આપ્યો તથા તેને સસરાને ત્યાં પાછા જઈને રહેવાનો આગ્રહ કર્યો. પરંતુ સાગરે કહ્યું – “હું પહાડથી પડી જાઉં, ઝાડે ફાંસ ખાઈને મરી જાઉં, મરૂભૂમિમાં જઈને વગર પાણીએ દેહ પાડું, પાણીમાં ડૂબી જાઉં, અગ્નિમાં બળી જાઉં, ઝેર ખાઉં, મારા શરીરને જંગલી પશુઓ કે ભૂતરાક્ષને અર્પણ કરું, શાથી ચિરાઈ જાઉં, ગીધે વડે ફેલાઈ જાઉં, પરદેશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org