________________
૧૧૪
ધર્મકથાઓ જમીન ઉપર મૂક્યું. ત્યાં તે તેની ગંધથી ઊભરાયેલી હજારો કીડીએ તે ટીપાને ચાખતાં વેંત જ મરી ગઈ.
આ જોઈને ધમરુચિને વિચાર આવ્યો કે જે બધું જ શાક આમ પરઠવીશ તો કોણ જાણે કેટલાય લાખ કીડીઓ અહીં મરી જશે. માટે એને હું જ ખાઈ જાઉં એ વધારે સારું છે.
એમ વિચારી કીડીઓ ઉપરની અનુકંપાને લીધે તે બધું શાક તે પોતે જ બની ગયો. તે શાક ખાવાથી તેના શરીરમાં દુઃસહ વેદના ઊપડી આવી અને તે ત્યાંથી ઊડવાને પણ અશક્ત થઈ ગયો, જીવનનો અંત આવ્યો જાણીને તે
ત્યાં બેઠે બેઠે જ મનથી અરડું તને અને પિતાના ધર્માચાર્ય ધષને વારંવાર પ્રણામ કરવા લાગ્યા તથા તેમની પાસેથી
સ્વીકારેલી હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મચર્ય અને મૂછના ત્યાગની પ્રતિજ્ઞાઓ વારંવાર યાદ કરવા લાગ્યા અને તેમ કરતે કરેતો જ ત્યાં અવસાન પામ્યા.
ધર્મચિને ગયે ઘણે વખત થયે જાણીને આચાર્યું બીજા શ્રમણોને તેની ભાળ કાઢવાનું કહ્યું. શ્રમણે શેલતા શેષતા તેનું શબ પડ્યું હતું ત્યાં આવ્યા, અને તેનાં ઉપકરણે ભેગાં કરી, પાછા જઈને તેમણે પોતાના ગુરુને તેના અવસાનની વાત કરી. ગુરુએ તેમને તેના અવસાનનું કારણ સમજાવ્યું.
ધર્મઘોષના શિષ્યએ ધર્મરુચિના અવસાનની વાત ચંપામાં ઠેર ઠેર ફેલાવી દીધી અને સાથે સાથે નાગશ્રીને વગેવવી શરૂ કરી. આવી વાત ફેલાતાં જ ચંપાના લોકો નાગશ્રી ઉપર ગુસ્સે થયા અને તેની વારંવાર નિર્ભર્સના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org