________________
૧૦૬ ક્રમા
શ્રમણભગવાન મહાવીર માલ્યા :-~
“ હે ગૌતમ! વર્ણ, શીતલતા, સ્નિગ્ધતા, કાંતિ, દીપ્તિ, દ્યુતિ, છાયા, પ્રભા, એજસ, લેફ્યા અને મંડળની ખાખતમાં કૃષ્ણપક્ષના પડવાના ચંદ્ર પૂર્ણિમાના ચંદ્ર કરતાં હીન હાય છે.
“ તે જ પ્રમાણે કૃષ્ણપક્ષના પડવાના ચંદ્ર કરતાં બીજના ચંદ્ર હીનતર હોય છે. અને એ રીતે દરરાજ હીન થતા થતા અમાસની રાત્રે તે છેક નષ્ટ થઈ જાય છે.
“ એ જ પ્રમાણે હે આયુષ્યમન્ શ્રમણુ ! ક્ષમા, નિભતા, જિતેન્દ્રિયતા, સરલતા, મૃદુતા, લઘુતા, સત્ય, તપ, ત્યાગ, અકિંચનતા અને બ્રહ્મચર્યંના ગુણાથી રહિત થઈ ને આપણાં નિગ્ર નિગ્રંથીઓ દિનપ્રતિદિન હીન, હીનતર અને હીનતમ દશાને પામતાં છેવટે અમાસના ચંદ્રની જેમ બિલકુલ નાશ પામે છે.
“ વળી હું ગૌતમ ! શુક્લપક્ષના પડવાના ચંદ્ર વણુ, વ્રુતિ વગેરે ગુણેાની બાબતમાં અમાવાસ્યાના ચંદ્ર કરતાં અધિક હોય છે. તે જ પ્રમાળે શુક્લપક્ષમાં ખીજના ચંદ્ર પડવાના ચંદ્ર કરતાં અધિકતર હોય છે. એ રીતે વધતાં વધતાં પૂર્ણિમાના ચંદ્ર એ બધા ગુણૈાથી પરિપૂર્ણ હોય છે.
“ એ જ પ્રમાણે હું આયુષ્યમન શ્રમણ ! ક્ષમા વગેરે ગુણાને વધારે ને વધારે ખીલવનારાં નિગ્રંથ અને નિગ્રંથીઓ છેવટે પર્ણિમાના ચંદ્રની પેઠે પરિપૂર્ણ થાય છે. ”
હું જખુ ! આ પ્રમાણે શ્રમણભગવાન મહાવીરે દશમા અધ્યનના અર્થ કહ્યો છે; તે તને મે' કહ્યો, એમ આ સુધાં ખેલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org