________________
ધર્મકથાએ ભયંકર સ્વભાવવાળા અપાર સંસારસાગરમાં પડીને ભ્રમણ કર્યા કરશે.
તેમજ હે જંબુ! જેમ જિનપાલિત દેવીથી ક્ષેમ ન પામતાં પોતાના સ્થાને જઈ જીવિત અને સુખ પાપે, તે પ્રમાણે જે શ્રમણે અને શ્રમણુઓ સર્વ પ્રકારના માનસિક કામને એક વાર મૂક્યા પછી ફરી ઇચ્છતાં નથી, તે આ ભયંકર સંસારસમુદ્રને ઓળંગી સિદ્ધિપદને પામે છે.
હે જંબુ! શ્રમણભગવાન મહાવીરે નવમા અધ્યયનને આ પ્રમાણે અર્થ કહ્યો છે, તે તને મેં કહ્યો, એમ આર્ય સુધર્મા બોલ્યા.
૧૦
ચંદ્રમા
[ચંદિમા૧] શ્રમણભગવાન મહાવીરે કહેલ નાયાધમ્મકહાના નવમા અધ્યયનને અર્થ જાણ્યો; તે હવે તેના દશમાં અધ્યયનને શો અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્ય જંબુએ પોતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું.
આર્ય સુધર્મા બોલ્યા –
એકવાર રાજગૃહ નગરની બહારના ગુણશિલક ચિત્યમાં શ્રમણભગવાન મહાવીર આવીને ઊતર્યા હતા.
તેમના મોટા શિષ્ય ગૌતમે તે વખતે તેમને નીચે પ્રમાણે પ્રશ્ન પૂછયો –
“હે ભગવાન ! આત્માની શુદ્ધિને વિકાસ કેવી રીતે થાય છે અને હાસ કેવી રીતે થાય છે, તે મને કહે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org