________________
૧૧ દાવવનાં ઝાડ
[દાવવા ] શ્રપણુભગવાન મહાવીરે કહેલે નાયાધમ્મકહાના દશમા અધ્યયનને અર્થ જાણ્ય; તે હવે તેના અગિયારમા અધ્યચનને શું અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્ય જ બુએ પિતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું.
આર્ય સુધર્મા બેલયા –
એકવાર રાજગૃહ નગરની બહાર ગુણશિલ ચૈત્યમાં શ્રમણભગવાન મહાવીર આવીને ઊતર્યા.
તેમના મોટા શિષ્ય ગૌતમે તે વખતે તેમને નીચે પ્રમાણે પ્રશ્ન પૂછ્યો –
હે ભગવન ! કેવા પ્રકારના જીવને આરાધક કહેવા, અને કેવા પ્રકારના અને વિરાધક કહેવા, તે મને કહે.”
શ્રમણભગવાન મહાવીરે જવાબ આપ્યો –
“સમુદ્રને કાઠે ઘટાવાળાં, પત્ર, પુષ્પ અને ફળથી લચેલાં તથા પુષ્કળ હરિયાળીવાળાં સુશોભિત દાવદવ નામનાં વૃક્ષો હોય છે. હવે જ્યારે કેઈ વાર દ્વીપના ઈષતપુરાવાત, પશ્ચાતુવાત, મંદવાત અને મહાવાત ચાલે છે, ત્યારે તે વૃક્ષેમાંનાં કેટલાંક તે જેવાં હોય છે તેવાં જ સુશેક્ષિત રહે છે, કેટલાંક જીણું થઈ જાય છે, કેટલાંક કરમાઈ જાય છે અને કેટલાંક સૂકાં ટૂંઠાં જેવાં થઈ જાય છે.
“એ જ પ્રમાણે, જે નિગ્રંથ અને નિગ્રંથીઓ બીજા શ્રમણ અને શ્રમણુઓના કે શ્રાવક અને શ્રાવિકાઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org