________________
ધકથાઓ - તે યક્ષે તેમને કહ્યું કે, “હું તમને અવશ્ય બચાવીશ. પરંતુ ઘોડાને રૂપે જ્યારે તમને પીઠ ઉપર બેસાડીને હું લવણસમુદ્રમાં ચાલીશ, ત્યારે તે દેવી પાછળ આવી તમને બિવડાવવાનું કે શૃંગારભર્યા હાવભાવથી ભાવવાને ખૂબ જ પ્રયત્ન કરશે. તે વખતે તમારે જરા પણ પીગળવું નહિ કે તેની સામું જોવું નહિ. કારણ કે જ્યાં સુધી તમે મારી પીઠ ઉપર રહેશે ત્યાં સુધી તમને હાથ પણ લગાડવાની કેઈની તાકાત નથી. પરંતુ જો તમે જરાય લાલચ કે ભયથી પલળીને તેની સામું જોશે, કે તરત હું તમને મારી પીઠ ઉપરથી સમુદ્રમાં ફેકી દઈશ અને તે દેવી તત્ક ળ તમારે વધ કરશે.”
બંને ભાઈએ તેના કહ્યા પ્રમાણે જ દઢતાથી વર્તવાનું કબૂલ કરી તેની પીઠ ઉપર આરૂઢ થયા અને ચંપા તરફ વેગથી ગમન કરવા લાગ્યા.
લવણસમુદ્રને સાફ કરીને મહેલમાં આવતાં જ દેવીએ તે બંને ભાઈઓને ત્યાં ન જોયા. તે તરત જ બધી હકીકત સમજી ગઈ અને તલવાર હાથમાં લઈ તેમની પાછળ પડી. તેણે પાસે આવી તે બંને ભાઈઓને અનેક પ્રકારને ભય બતાવ્યું પણ જ્યારે તે જરા પણ ડગ્યા નહિ, ત્યારે તેણે શંગારયુક્ત હાવભાવથી તેમને ભાવવાને પ્રયત્ન કર્યો. તેને લાગ્યું કે જિનરક્ષિત કંઈક ઢીલે છે એટલે તેને ઉદ્દેશીને તે મધુર સ્વરે બોલવા લાગીઃ
“હે પ્રિય! હે વલ્લભ! હે કંથ! આ જિનપાલિતને તે હું નહેતી ગમ લી, પણ તને તે હું અત્યંત પ્રિય હતી. તે પછી તું શા માટે મને વિનાકારણ એકલી મૂકીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org