________________
હe
૯ઃ માકરી વધસ્થાન કેવું છે? તું કેણ છે? કયાંથી આવ્યો છે? અને આવી ભયંકર વેદનામાં તને કેણે નાખે છે?”
તેણે જવાબ આપ્યો “હે દેવાનુપ્રિયે! આ વધસ્થાન આ દ્વીપની દેવીનું છે. હું કાકંદીને રહેવાસી, ઘોડાઓને વેપારી છું. હું કેટલાય અશ્વો તથા બીજાં કરિયાણાં લઈને મેટાં વહાણમાં લવણસમુદ્રની સફરે નીકળ્યો હતો. દુર્દેવવશાત્ મારું વહાણ સમુદ્રમાં ખડક સાથે અથડાઈને ટી ગયું. માત્ર હું એક જ હાથમાં આવેલા એક પાટિયાને આધારે તરતે તરતે આ દ્વીપમાં આવી પહોંચ્યા, તથા અહીંની દેવી સાથે ભેગવિલાસ કરતે તેના મહેલમાં આનંદપૂર્વક રહેવા લાગ્યો. એક દિવસ જરાક વાંકું પડતાં તેણે ગુસસે થઈને મારી આ દશા કરી છે. હે દેવાનુપ્રિયે! તમારી પણ તે શી વલે કરશે તેની મને ખબર નથી.”
આ વાત સાંભળતાં જ બંને ભાઈઓ ભયથી કંપવા લાગ્યા અને આજીજી સાથે આ દ્વીપમાંથી નાસી છૂટવાને માર્ગ તે પુરુષને પૂછવા લાગ્યા. તેણે જવાબ આપ્યો કે “હે દેવાનુપ્રિયે! પૂર્વ દિશાના વનખંડમાં શૈલક નામના ચક્ષનું એક ચક્ષાયતન છે. ત્યાં તે અશ્વરૂપે રહે છે તથા પ્રત્યેક માસની ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમને દિવસે આવીને મોટેથી બોલે છે કે “કેની રક્ષા કરું?”
કેને તારું?” તે તમે આ ચૌદશે તેના આતનમાં જઈ તેની પૂજાસેવા કરે અને તેને કહે કે “અમને તાર, અમારી રક્ષા કર.' - તેના કહ્યા પ્રમાણે ચૌદશને દિવસે તે ભાઈઓએ ચક્ષાયતનમાં જઈને પિતાને તારવાની અને બચાવવાની તે યક્ષને વિનંતિ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org