________________
१५८२
• सर्वज्ञाऽभेदात् तद्भक्त्यभेदः •
द्वात्रिंशिका - २३/१९
देवेषु योगशास्त्रेषु चित्राऽचित्रविभागतः । भक्तिवर्णनमप्येवं युज्यते तदभेदतः ।।१९।। देवेष्विति । एवं = इष्टाऽनिष्टनामभेदे अपि तदभेदतः = तत्त्वतः सर्वज्ञाऽभेदात् योगशास्त्रेषु = सौवाध्यात्मचिन्ताशास्त्रेषु देवेषु = लोकपाल - मुक्तादिषु चित्राऽचित्रविभागतो भक्तिवर्णनं युज्यते । तदुक्तं- “चित्राऽचित्रविभागेन यच्च 'देवेषु वर्णिता । भक्तिः सद्योगशास्त्रेषु ततोऽप्येवमिदं स्थितम् ।।” ( यो दृ. स. ११० ) ।।१९।।
शास्त्रगर्भमेवोपपत्त्यन्तरमाह - 'देवेषु' इति । इष्टाऽनिष्टनामभेदेऽपि = स्वस्याऽभिमतानि अर्हत्तीर्थकरादीनि अनभिमतानि च ब्रह्म-विष्णु-शङ्करादीनि यानि नामानि तेषां वैलक्षण्येऽपि तत्त्वतः = परमार्थतः सर्वज्ञाऽभेदात् शरणीकृतभावसर्वज्ञैक्यात्, तत्तुल्याऽपरगुणसमावेशेन तत्तुल्यानां परमार्थतः तत्त्वात्, कुशलप्रवृत्तेश्च सूक्ष्माऽऽभोगपूर्वकत्वात्, अतिनिपुणबुद्धिगम्यमेतदिति (ल.वि. शक्रस्तवान्ते-पृ. ७२) व्यक्तं ललितविस्तरायाम् । 'सौवाध्यात्मे 'त्यादि । स्वस्येदं सौवम् ← ( ग.र.म. अध्या. ३ / १६७ पृ.११३) इति गणरत्नमहोदधिवचनात् स्वकीयाध्यात्मचिन्तनग्रन्थेषु इत्याशयः । तदुक्तं योगदृष्टिसमुच्चये 'चित्रे 'ति । तद्वृत्तिस्त्वेवम् चित्राऽचित्रविभागेन वक्ष्यमाणलक्षणेन यच्च देवेषु वर्णिता लोकपालमुक्तादिषु भक्तिः सद्योगशास्त्रेषु = स्वीयाऽध्यात्मचिन्ताशास्त्रेषु ततोऽपि कारणाद् एवमिदं स्थितं प्रस्तुतम् ← (यो.दृ.स.११०वृत्ति ) इति । यदि निरतिशयगुणभाजनत्वेनाऽङ्गीकृतेषु सर्वज्ञेषु संसारिदेवेष्विव परमार्थतो वैलक्षण्यमभविष्यत् तर्हि लोकपालादिसंसारिदेवोद्देश्यकभक्तेरिव सर्वज्ञोद्देश्यकभक्तेर्विभिन्नत्वं सद्योगशास्त्रेष्ववर्णयिष्यत। न चैवमवर्णि शास्त्रकृद्भिरिति नानातन्त्रावस्थिताऽपुनर्बन्धकाद्यभ्युपगतसर्वज्ञेष्वैक्यमवसीयते इति भावः । । २३ / १९ ।।
=
કરતા હોય તો વાસ્તવમાં મુખ્ય સર્વજ્ઞના જ તે બધાય સેવકો છે. (૨૩/૧૮)
ગાથાર્થ :- યોગશાસ્ત્રોમાં દેવને વિશે વિભિન્ન અને સમાન વિભાગથી કરવામાં આવેલ ભક્તિનું વર્ણન પણ આ રીતે સંગત થઈ શકે છે. કારણ કે દેવતત્ત્વમાં કોઈ ભેદ નથી. (૨૩/૧૯)
ટીકાર્થ :- ઈષ્ટ અને અનિષ્ટ નામનો ભેદ હોવા છતાં પરમાર્થથી ઉપાસ્ય એવા સર્વજ્ઞ ભગવંતમાં કોઈ ભેદ ન હોવાથી પોતાના અધ્યાત્મચિંતનસંબંધી યોગગ્રંથોમાં લોકપાલ વગેરે દેવને વિશે વિભિન્ન પ્રકારની ભક્તિ, મુક્ત વગેરે દેવને વિશે સમાન ભક્તિ-આ પ્રમાણે સમાન-અસમાન વિભાગ પાડીને જે ભક્તિનું વર્ણન કરેલ છે તે પણ સંગત થાય છે. તેથી યોગદૃષ્ટિસમુચ્ચયમાં જણાવેલ છે કે ‘જે સુંદર યોગવિષયક શાસ્ત્રોમાં દેવોને વિશે વિભિન્ન અને સમાન આમ બે વિભાગ પાડીને ભક્તિનું વર્ણન કરવામાં આવેલ છે તેનાથી પણ ‘સર્વજ્ઞપણે તમામ સર્વજ્ઞો એકસરખા છે.' આમ સિદ્ધ થાય છે.' (૨૩/૧૯) વિશેષાર્થ :- ‘લોકપાલ, ક્ષેત્રપાલ, દિક્પાલ વગેરે સંસારી દેવોને ઉદ્દેશીને થતી ભક્તિ વિભિન્ન પ્રકારની હોય છે. પરંતુ મુક્ત સર્વજ્ઞ દેવાધિદેવને ઉદ્દેશીને થતી ભક્તિ તો એકસરખી જ હોય છે' આ વચનથી સિદ્ધ થાય છે કે સર્વજ્ઞમાં કોઈ ભેદભાવ નથી. જો મુક્ત દેવો = સર્વજ્ઞ ભગવંતો ભિન્નભિન્ન હોય તો તેમને ઉદ્દેશીને થતી ભક્તિ પણ અલગ-અલગ પ્રકારે શાસ્ત્રકારોએ બતાવી હોત. પરંતુ તેવું વર્ણન શાસ્ત્રોમાં નથી આવતું. એનાથી સિદ્ધ થાય છે કે બધા જ સર્વજ્ઞોમાં ઐક્ય છે. (૨૩/૧૯)
१. हस्तादर्शे 'वेदेषु' इत्यशुद्धः पाठः ।
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org