________________
• માવોત્તરપર્યન્તઃ યુતિ. •
१५६३ स्वभावोत्तरपर्यन्त एषोऽत्राऽपि च तत्त्वतः। नाऽर्वाग्दृग्ज्ञानगम्यत्वमन्यथाऽन्येन कल्पनात् ।।८।।
સ્વમારિા ષ = કુતર્વ: માવોત્તરપર્યન્તઃ, સત્ર ૨ “વસ્તુમાસ્તર વીચ” ()
कुतर्कः कथमवसेयः ? इत्याशङ्कायामाह- ‘स्वभावे'ति । 'आपो दहन्ति वह्निसन्निधौ' एष कुतर्कः । 'कुत आपो वलिसन्निधावेव दहन्ति ? न तु तदसन्निधावपि ?' इति प्रतिवादिना पर्युनुयुक्ते सति 'अपां तादृश एव स्वभावो यदुत वह्निसन्निधावेव दाहकरणम्' इत्येवं स्वभाव एव उत्तरपर्यन्ते वाच्य इति कुतर्कः स्वभावोत्तरपर्यन्तो भवति । अत्र च कुतर्के नाऽर्वाग्दृग्ज्ञानगम्यत्वं, 'वस्तुस्वभावैरुत्तरं
વિશેષાર્થ:- દષ્ટાંત આ મુજબ છે કે ન્યાયશાસ્ત્રને ભણતો કોઈક વિદ્યાર્થી રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે એક ઉન્મત્ત હાથી સામેથી આવી રહ્યો હતો. મહાવતના કાબુની બહાર તે ગાંડો હાથી રસ્તા ઉપર દોડી રહ્યો હતો. હાથીની ઉપર બેસેલા મહાવતે દૂર રહેલા પેલા વિદ્યાર્થીને કહ્યું કે “હે યુવાન ! તું જલ્દી દૂર ભાગ. નહિતર હાથી તને મારી નાખશે.પેલા યુવાન વિદ્યાર્થીને તર્કશાસ્ત્ર પરિણમેલ ન હોવાથી તે મહાવતને કહે છે કે “હે મૂર્ખ ! આ પ્રમાણે યુક્તિશૂન્ય પ્રલાપ કેમ કરે છે? યુક્તિ આ પ્રમાણે છે. હાથીને જે અડકેલ હોય તેને હાથી મારે કે હાથીને જે અડેલ ન હોય તેને હાથી મારે ? જો અડેલાને હાથી મારે તો પહેલાં હાથી તને જ મારી નાંખે. કારણ કે તું હાથીને અડેલ છે. જો હાથી પોતાને નહિ અડેલને મારે તો જગતના તમામ જીવોને હાથી મારી નાખશે. કારણ કે તારા સિવાય બધા જ તેને અડેલ નથી.” આ પ્રમાણે તે વિદ્યાર્થી દલીલ કરે છે. તેટલામાં હાથીએ તેને પકડ્યો. પછી કુશળ મહાવતે માંડ-માંડ તેને છોડાવ્યો. આવા કુતર્કો કરવાથી ફાયદો શો ?
તમામ કુતર્કો અસત્ય દૂષણ સમાન હોય છે. કારણ કે સામેની વ્યક્તિ જ્યારે પોતાની વાત રજુ કરે ત્યારે કુતર્ક કરનારના મગજમાં એ જ ધૂન ચાલતી હોય છે કે સામેની વ્યક્તિની માન્યતા કોઈ પણ રીતે ખોટી જ પાડવી. તેની માન્યતાને ખોટી સિદ્ધ કરવા માટે જ્યારે કુતર્કવાદીને સાચા દૂષણ તેની માન્યતામાં/વાતમાં જણાતા નથી ત્યારે સામેની વ્યક્તિને જે અર્થ માન્ય હોય તેનાથી જુદા જ પ્રકારના અર્થનું ઉદુભાવન કરીને દૂધમાંથી પોરા કાઢવાની જેમ ખોટા ખોટા કાલ્પનિક દૂષણો રજૂ કરીને સામેની વ્યક્તિની વાતને ખોટી ઠરાવવા માટે તે મથામણ કરે છે અને ખોટા દૂષણોથી કુતર્કવાદી સામેની વ્યક્તિની માન્યતાને ખોટી ઠરાવે છે. આ ખોટા દૂષણ એટલે જાતિકુતર્ક. મુમુક્ષુએ આત્માર્થીએ આવા કુતર્કોથી કાયમ દૂર રહેવું જોઈએ. તેમ છતાં કર્મવશ મુમુક્ષુ કુતર્કને કરી બેસે તો સદ્ગુરુરૂપી મહાવત કુતર્કગજરાજથી તેને કરુણાબુદ્ધિથી છોડાવે છે. (૨૩/૭)
હ ક્લર્કમાં છેલ્લો જવાબ સ્વભાવ છે ગાથાર્થ - જ્યાં સ્વભાવ જ છેલ્લો ઉત્તર છે એવો આ કુતર્ક છે. તથા પરમાર્થથી આ સ્વભાવ પણ છબસ્થ જીવના જ્ઞાનથી ઓળખાતો નથી. કારણ કે અન્ય વાદી દ્વારા અન્ય પ્રકારે સ્વભાવની કલ્પના કરાય છે. (૨૩/૮)
ટીકાર્થ : - જ્યાં સ્વભાવ જ છેલ્લો ઉત્તર છે અથવા સ્વભાવ જ જવાબના છેડે રહેલો છે એવો આ કુતર્ક છે. (એક વાદી કુતર્કથી પોતાનો પક્ષ રજુ કરે. તેની સામે અન્ય વાદી પ્રશ્ન કરે. તેનો વાદી કુતર્કથી જવાબ આપે. પ્રતિવાદી ફરીથી તે બાબતમાં પ્રશ્ન કરે. વાદી ફરીથી કુતર્કગર્ભિત જવાબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org