________________
१५६२ • कुतर्कः प्रायः जातिरूपः •
द्वात्रिंशिका-२३/७ जातिप्रायश्च बाध्योऽयं प्रकृताऽन्यविकल्पनात् । हस्ती हन्तीतिवचने प्राप्ताऽप्राप्तविकल्पवत् ।।७।। ___ जातिप्रायश्चेति । जातिप्रायश्चः दूषणाऽऽभासकल्पश्च बाध्यः प्रतीति-फलाभ्यां अयं = कुतर्कः, प्रकृताऽन्यस्य = उपादेयाद्यतिरिक्तस्य अप्रयोजनस्य वस्त्वंशस्य विकल्पनात् (=प्रकृतान्यविकल्पनात्) । 'हस्ती हन्तीति वचने हस्त्यारूढेनोक्ते प्राप्ताऽप्राप्तविकल्पवत् नैयायिकच्छात्रस्य । यथा ह्ययमित्थं वक्तारं प्रति “किमयं हस्ती प्राप्त व्यापादयति ? उताऽप्राप्तं ? आद्ये त्वामपि व्यापादयेत्, अन्त्ये च जगदपी"ति विकल्पयन्नेव हस्तिना गृहीतो मिण्ठेन कथमपि मोचितः । तथा तथाविधविकल्पकारी तत्तद्दर्शनस्थोऽपि कुतर्कहस्तिना गृहीतः सद्गुरुमिण्ठेनैव मोच्यत इति ।।७।।
अविद्यानिर्मितत्वेन कुतर्कस्य सत्कार्याऽहेतुत्वमेवोपोबलयति- 'जाती'ति । → साधर्म्य-वैधाभ्यां प्रत्यवस्थानं = जातिः - (न्या.सू.१/२/१८) इति न्यायसूत्रं उपादेयाद्यतिरिक्तस्य = उपादेय-हेयसंवराऽऽश्रव-बन्ध-निर्जरादिव्यतिरिक्तस्य अप्रयोजनस्य = आध्यात्मिकप्रयोजनापेतस्य वस्त्वंशस्य विकल्पनात् = आगमनिरपेक्षं तर्कणात् । तथाहि- कश्चिन्नैयायिकः छात्रः कुतश्चिदागच्छन् अवशीभूतमत्तहस्त्यारूढेन केनचिदुक्तः ‘भोः ! भोः ! त्वरितमपसर, हस्ती व्यापादयति' इति च । तथाऽपरिणतन्यायशास्त्रः अयं नैयायिकश्छात्रः इत्थं वक्तारं हस्त्यारूढं कञ्चित् प्रति 'किमयं हस्ती प्राप्तं व्यापादयति उताऽप्राप्तम्? आद्ये विकल्पे कक्षीक्रियमाणे त्वामपि = त्वामेव व्यापादयेत्, प्राप्तिभावात् । अन्त्ये च अप्राप्तघातविकल्पे जगदपि सकलं व्यापादयेत्, अप्राप्त्यविशेषात्' इति विकल्पयन्नेव हस्तिना गृहीतः। प्रकृते च छात्रत्रितयोदाहरणमपि अध्यात्मवैशारद्यां (अध्यात्मोपनिषट्टीका-१/७४ पृ.१४८) अस्मदुक्तमनुसन्धेयम् । तदुक्तं योगदृष्टिसमुच्चयेऽपि → जातिप्रायश्च सर्वोऽयं प्रतीति-फलबाधितः । हस्ती व्यापादयत्युक्तो प्राप्ताऽप्राप्तविकल्पवत् ।। - (यो.दृ.स.९१) इति । शिष्टं स्पष्टम् ।।२३/७।।
હ પ્રાપ્ત-અપ્રાપ્ત વિષયક વિલ્પ અસાર છે ગાથાર્થ - આ કુતર્ક જાતિપ્રાય છે. અપ્રસ્તુત બાબતનો વિકલ્પ કરવાથી કુતર્ક બાધ્ય છે. હાથી भारे छ' - आप वयनमा आHI विडयनी म मापात वी. (२३/७) ।
ટીકાર્થ :- જાતિ એટલે ખોટા દૂષણ. કુતર્ક ખોટા દૂષણ સમાન હોય છે. ઉપાદેય વગેરે પ્રસ્તુત વિષય સિવાયના અપ્રયોજનભૂત વસ્તુઅંશનો વિકલ્પ ઉઠાવવાના કારણે કુતર્ક પ્રતીતિ અને ફળથી બાધિત થાય છે. હાથી મારે છે' - આ પ્રમાણે હાથી ઉપર બેસેલા મહાવત વડે કહેવાયું ત્યારે નૈયાયિક વિદ્યાર્થીના પ્રાપ્ત અને અપ્રાપ્તવિષયક વિકલ્પની જેમ કુતર્ક જાણવો. જેમ “હાથી મારે છેઆવું કહેનાર મહાવત પ્રત્યે “હાથી શું પ્રાપ્તને મારે કે અપ્રાપ્તને મારે ? જો હાથી પ્રાપ્તને = અડેલાને મારે-આવો પ્રથમ વિકલ્પ માન્ય કરવામાં આવે તો હે મહાવત ! હાથી તમને પણ મારશે. કારણ કે હાથીથી તમે પ્રાપ્ત = સંયુક્ત છો. તથા જો હાથી અપ્રાપ્તને પણ મારે તો આખા જગતને પણ મારશે, માત્ર મને નહિ. માટે હાથીથી ગભરાઈને ભાગવાની જરૂર નથી. આ પ્રમાણે અપ્રયોજનભૂત વિકલ્પ કરતો નૈયાયિક વિદ્યાર્થી હાથ વડે પકડાયો. પછી માંડ માંડ મહાવત વડે તે છોડાવાયો. તેમ અપ્રયોજનભૂત વિષયમાં વિકલ્પ = ચર્ચા કરનારો તે-તે ધર્મમાં રહેલો સાધક પણ કુતર્ક સ્વરૂપ હાથી વડે પકડાય છે તથા સદ્ગસ્વરૂપ મહાવત દ્વારા જ તે કુતર્કગજેન્દ્રથી છોડાવાય છે. (૨૩૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org