________________
42
• ૨૩ થી ૨૬ બત્રીસીનો ટૂંકસાર
द्वात्रिंशिका
પુરુષ ચેતન છે. અને અંતઃકરણ જડ છે. છતાં તે બન્નેમાં જે ઐક્યનો આભાસ થાય તે અસ્મિતા કહેવાય. અથવા તો સાચું ન જણાવું તે અવિદ્યા અને ખોટું જણાવું તે અસ્મિતા. રાગ = સુખની સામગ્રીમાં લોભનો પરિણામ. દ્વેષ = દુઃખના કારણોની નિંદા. ‘શરીરનો વિયોગ મને ન થાવ' ઈત્યાદિ દઢ અભિલાષા અભિનિવેશ. (ગા.૧૮ થી ૨૦)
=
ઉપર જણાવેલ પાંચ ક્લેશોથી ધર્મ-અધર્મ સ્વરૂપ કર્માશય થાય છે. તે આલોક અને પરલોકમાં અનુભૂતિનો વિષય બને છે. અવિદ્યા વગેરેના કારણે જન્મ, આયુષ્ય (જીવન) અને ભોગ નામનો કર્મવિપાક પ્રવર્તે છે. તે દુઃખદાયી અને સુખદાયી એમ બે પ્રકારના હોય છે. તે બન્ને પ્રકારના કર્મવિપાક વિવેકી જીવને માટે (૧) પરિણામના કારણે (૨) તાપના લીધે (૩) સંસ્કારના હેતુથી તથા (૪) ગુણવૃત્તિવિરોધના નિમિત્તે દુ:ખમય છે. તે આ રીતે - (૧) ભોગની પ્રવૃત્તિના પરિણામે તૃષ્ણાનું દુઃખ વધતું જાય છે. (૨) સગવડોનો રાગ તેના વિરોધી સાધનો પર દ્વેષ-તિરસ્કાર કરાવે છે. દ્વેષ એટલે જ તાપ-સંતાપ. (૩) સતત સામગ્રીમાં સુખ-દુ:ખના વિચારોથી ઉભા થતા તેવા સંસ્કારો સંસારને ચાલુ રખાવશે. આમ તે સંસારના હેતુ બનશે. (૪) પાતંજલ દર્શનના મતે અંતઃકરણ સત્ત્વ-રજસ્તમસ્ એમ ત્રિગુણાત્મક છે. એકની અનુભૂતિ વખતે ગૌણ રૂપે બીજા બેની પણ અનુભૂતિ થવાથી તમામ કર્મવિપાક દુઃખાત્મક જ છે. (ગા.૨૧-૨૨) વિવેક ભેદ, ખ્યાતિ જ્ઞાન, અખ્યાતિ અજ્ઞાન. વિવેકઅખ્યાતિ = ભેદઅજ્ઞાન અવિદ્યા. જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી જ સંસાર છે. પછી સંસાર નથી. (ગા.૨૩) આ રીતે ગા.૧૨ થી ૨૩ સુધી પાતંજલ દર્શનનો સિદ્ધાંત બતાવીને ત્યાર બાદ ગ્રંથકારશ્રીએ જૈનદર્શન મુજબ, તેમાં એકાંતવાદના લીધે આવતા દોષોને લીધે, પાતંજલ મતનું નિરાકરણ કરેલ છે.
=
=
=
પાતંજલ દર્શન મુજબ પુરુષ આકાશની જેમ સર્વદા નિર્લેપ છે તો પછી તે અવિદ્યા વગેરે ક્લેશથી બંધાઈ ન શકે. તે કાયમ મુક્ત હોય તો સંસારના ઉચ્છેદ માટે તેણે પ્રયત્ન કરવો નહિ પડે અને મોક્ષ સ્વયં સર્વદા હાજર જ રહેશે. આમાં તો મોક્ષપુરુષાર્થનો પણ ઉચ્છેદ થઈ જશે. એકાંતે અપરિણામી એવા આત્માને તાત્ત્વિક બુદ્ધિસંયોગ થતો જ નથી - એવો પાતંજલ સિદ્ધાન્ત બરાબર નથી. કારણ કે આમાં તો ક્લેશ અને તેનો ઉચ્છેદ પણ માત્ર કલ્પનારૂપ બની જશે. અને માત્ર કલ્પના તો ક્યારેય પણ અર્થસાધક પ્રયોજનસાધક બની ન શકે. (ગા.૨૪-૨૫)
==
‘મોક્ષદશામાં અંતઃકરણ ન હોવાથી મુક્તિકાલીન જ્ઞાન નિર્વિષયક હોય છે. અર્થાત્ મોક્ષમાં ચૈતન્યસ્વરૂપ જ્ઞાન હોવા છતાં તેનો કોઈ વિષય હોતો નથી' આવું પાતંજલદર્શનમાં મનાય છે. આ વાત બરાબર નથી. કારણ કે અંતઃકરણ ન હોવા છતાં નિરાવરણ જ્ઞાનરૂપ વિષયપરિચ્છેદસામગ્રી હાજર હોવાથી સવિષયક જ્ઞાન રવાના થતું નથી. ‘વિવેકખ્યાતિ' શબ્દ જ આત્મામાં જ્ઞાનને જણાવે છે અને તે સવિષયક છે. આમ મુક્તિકાલીન આત્મચૈતન્ય સવિષયક સિદ્ધ થાય છે. માટે પાતંજલ વિદ્વાનો પુરુષને ચૈતન્યસ્વરૂપ માનવા છતાં તેમાં સર્વજ્ઞત્વસ્વભાવ નથી માનતા તે પણ માત્ર તેમની માન્યતાનો જ વિલાસ છે. - આવું યોગબિંદુમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજા જણાવે છે. આવું કહીને પાતંજલમતની સમીક્ષા ગ્રન્થકારશ્રીએ પૂર્ણ કરેલ છે. (ગા.૨૬)
=
તાર્કિક નૈયાયિકો કહે છે કે – “ભૂતકાળનું દુઃખ નાશ પામ્યું છે, વર્તમાનનું દુઃખ નાશ પામવાનું છે. માટે માત્ર ભવિષ્યકાલીન ચરમ એવા દુઃખને ક્લેશને ઉત્પન્ન કરીને તેનો નાશ કરવો તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
=