________________
द्वात्रिंशिका
• ૨૩ થી ૨૬ બત્રીસીનો ટૂંકસાર • પણ બરાબર નથી. (૧) જો દયા-દાન વગેરે કરનાર આત્મક્ષણ કે તેનો સ્વભાવ બીજી ક્ષણે જ સર્વથા રવાના થતો હોય તો તે આત્મા દેવાત્મા રૂપે ઉત્પન્ન થશે નહિ અને (૨) જો દાન-દયાદિ પુણ્યકર્મ કરનાર આત્મક્ષણનો સ્વભાવ દેવાત્મણને ઉત્પન્ન કરવાનો હોય પણ સ્વનાશોત્પાદક સ્વભાવ ન હોય - એવું માનીએ તો તે આત્મક્ષણનો દ્વિતીયક્ષણે નાશ નહિ થઈ શકે. આમ બૌદ્ધોને બન્ને મતમાં સમસ્યા ઉભી થશે. (ગા.૮-૯)
“જે મેં પૂર્વે અનુભવ કર્યો હતો તે જ હું અત્યારે સ્મરણ કરું છું. આવી પ્રતીતિ = પ્રત્યભિજ્ઞા પ્રમાણ આત્માને ક્ષણિક માનવામાં સંગત ન થાય. “ભીમ ખાય અને શકુનિને શક્તિ મળે” એવી નાદિરશાહી કોઈને માન્ય નથી. પરંતુ “જે કરે તે જ તેનું ફળ મેળવે” આવો નિયમ સર્વથા ક્ષણિકવાદી બૌદ્ધમતમાં સંગત બનતો નથી. માટે કાલ્પનિક આત્મસંતાન અને એકાંતક્ષણિકવાદ અપ્રામાણિક સિદ્ધ થાય છે. (ગા.૧૦) ઉપપ્લવ = વિભાગસંતતિ = રાગાદિ પ્રવાહ અને વિભાગપરિક્ષય = રાગાદિ ક્લેશનો ક્ષય. રાગાદિનું કારણ અનાદિકાલીન મોહના સંસ્કાર છે. મોહ મૂળમાંથી રવાના થાય એટલે ઉપપ્લવનો વિચ્છેદ થાય. પ્રસ્તુતમાં બૌદ્ધ લોકો દલીલ કરે છે કે “આત્માને નિત્ય માનો તો રાગાદિ ક્લેશ થાય. અનિત્ય આત્મામાં રાગાદિ ક્લેશ ન થાય.” પરંતુ ગ્રંથકારશ્રી કહે છે કે રાગાદિ થવાનું કારણ આત્મદર્શન કે નિત્યઆત્મદર્શન નથી. પરંતુ પોતાનો મોહ = મૂઢદશા છે. મૂઢતા રવાના થાય તો ધ્રુવઆત્મદર્શન થવા છતાં પણ રાગાદિ ઉપપ્લવ થવાની શક્યતા નથી. આથી રાગાદિ ન થવા દેવા માટે મૂઢદશાનો ત્યાગ કરવાની જરૂર છે; નહિ કે નિત્ય આત્માનો ત્યાગ કરવાની. “દુઃખે પેટ અને કૂટે માથું' આવી નીતિ પંડિતને શોભે નહિ - આવું જણાવીને ગ્રંથકારશ્રીએ ક્લેશઉચ્છેદના ઉપાય અંગે બૌદ્ધ દર્શનના નિરામ્યવાદનું નિરાકરણ કરેલ છે. મહોપાધ્યાયજી મહારાજે ૨ થી ૧૧ શ્લોક સુધીમાં બૌદ્ધદર્શનની માન્યતાનું પ્રતિપાદન અને નિરાકરણ કરેલ છે. (ગા.૧૦-૧૧)
પાતંજલ દર્શન પ્રમાણે ઉપપ્લવ વિનાની વિવેકખ્યાતિ લેશોનો ઉચ્છેદ કરે છે. મિથ્યા અભિમાન વિનાની અંતર્મુખ બુદ્ધિમાં પુરુષપ્રતિબિંબની સંક્રાંતિને વિવેકખ્યાતિ કહેવાય. તેની સળંગ ધારા ટકે તો ઉપપ્લવ વિનાની વિવેકખ્યાતિ જાણવી. આ વિવેકઞાતિના સાત પ્રકાર છે. ચાર પ્રકારની કાર્યવિમુક્તિ અને ત્રણ પ્રકારની ચિત્તવિમુક્તિ. કાર્યવિમુક્તિ પ્રયત્નસાધ્ય છે અને ચિત્તવિમુક્તિ પ્રયત્ન વિના પ્રગટે છે. આવું વાચસ્પતિમિશ્ર તત્ત્વવૈશારદીમાં જણાવે છે. (ગા.૧૨-૧૩).
વિવેકખ્યાતિના બળથી અવિદ્યા નાશ પામે છે. અવિદ્યા ચાર સ્વરૂપે હોય-પ્રસુત, તન, વિચ્છિન્ન અને ઉદાર. નાનું બાળક ટેકા વિના ચાલી ન શકે તેમ નિમિત્તના અભાવે મનમાં પડેલા - એમ ને એમ રહેલા રાગાદિ ક્લેશો પ્રસુપ્ત કહેવાય. પ્રતિપક્ષની ભાવનાથી શિથિલ થયેલા ક્લેશોને તનું કહેવાય. તેને કાર્ય કરવા માટે પ્રસ્તુત કરતાં ઘણી વધારે નિમિત્તો જોઈએ. પ્રતિપક્ષી ફ્લેશથી અભિભૂત થયેલા ક્લેશો વિચ્છિન્ન કહેવાય. પવનંજયને અંજનાસુંદરી ઉપરનો દ્વેષ માતા-પિતાદિના કહેવા છતાં રવાના ન થયો આ સમયે તેનો અંજનાસુંદરી પરનો રાગ વિચ્છિન્ન થયો એમ કહેવાય. તમામ સહકારી કારણો મળવાથી પોતાનું કામ કરનારા ક્લેશો ઉદાર કહેવાય. જેમ કે કામાસક્ત યુવાન ટી.વી.માં મધ્યરાત્રિએ પીકચર જોતો હોય ત્યારે રાગ ઉદાર અવસ્થા વાળો કહેવાય. (ગા.૧૪-૧૭).
અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ - આ પાંચ ક્લેશ કહેવાય. અવિદ્યા = ગેરસમજ. દા.ત. અનિત્ય શરીરાદિમાં નિત્યત્વનો બોધ. અસ્મિતા = પુરુષ અને અંતઃકરણમાં એકત્વની બુદ્ધિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org