________________
40
• ૨૩ થી ૨૬ બત્રીસીનો ટૂંકસાર •
द्वात्रिंशिका છે તેને કોઈ કર્મ કહે છે, કોઈ અવિદ્યા કહે છે, કોઈ અદૃષ્ટ કહે છે, કોઈ પાશ કહે છે. નામ ગમે તે હોય પણ તે તત્ત્વ જીવને સંસારમાં ક્લેશ-સંલેશ પેદા કરાવે છે એટલું તો નિશ્ચિત જ છે. તેથી ગ્રંથકારશ્રી તેને “ક્લેશ” નામથી જ જણાવવાનું યોગ્ય જાણી તેના ઉચ્છેદનો હેતુ શું છે ? એ અંગે વિવિધ દર્શનોમાં પ્રવર્તતી જુદી-જુદી માન્યતા જણાવી તેની સમીક્ષા ૨૫મી બત્રીસમાં કરે છે. પ્રારંભમાં જ જૈન સિદ્ધાન્ત જણાવતા ગ્રન્થકારશ્રી કહે છે કે “સમ્યક જ્ઞાન અને સદ્અનુષ્ઠાન = ક્રિયા કર્મરૂપી ક્લેશને દૂર કરવાનો સચોટ ઉપાય છે જેમ જંગલમાં બે મુસાફરમાં એક આંધળો અને બીજો લંગડો હોય અને અચાનક જંગલમાં આગ લાગે તો તેમાંથી બચવા બન્ને પરસ્પર સહયોગ આપીને, એક થઈને-સંપીને કામ કરે છે. લંગડા છતાં દેખતા એવા બીજા મુસાફરને આંધળો માણસ પોતાને ખભે બેસાડે છે. અને તેના કહેવા પ્રમાણે ચાલતા ચાલતા બન્ને આગથી બચીને નગરમાં પહોંચે છે. આમ સમીલિત જ્ઞાન અને ક્રિયા, કર્મ-દાવાનળથી છૂટવા અને મોક્ષ-નગરમાં પહોંચવાનો ઉત્તમ ઉપાય છે. (ગા.૧)
બૌદ્ધમતે “ક્યાંય પણ આત્મા નથી આવી પ્રતીતિરૂપ નૈરાભ્યદર્શન ક્લેશનાશક તરીકે માન્ય કરવામાં આવે છે. આત્મા હોય તો હું અને મારું' એવો ભાવ જાગે. તેનાથી બચવા માટે નૈરાભ્યદર્શન ભાવ અમૃત છે - એમ બૌદ્ધ માને છે. આત્મદર્શન થાય તો પોતાના સુખની અને પરલોકની ચિંતા, મૂર્છા, તૃષ્ણા વગેરે થાય. આ વિકૃતિ નૈરામ્યદર્શનમાં નથી. બીજ જ ન હોય તો અંકુરો ક્યાંથી હોય ! આત્મદર્શને જ મમતા-આસક્તિનું કારણ છે. તથા દેવલોક, અપ્સરા વગેરેની ઈચ્છાનું કારણ છે. તેનાથી પુનર્જન્મની પરંપરા વધે છે. આમ આત્મદર્શન વૈરાગ્યવિરોધી, મોક્ષવિરોધી અને સંસારકારણ છે – આવું બૌદ્ધો માને છે. પણ ગ્રન્થકારશ્રી તેની સમીક્ષા કરતાં જણાવે છે કે તે બરાબર નથી. કારણ કે - (ગા.૨-૫)
બૌદ્ધમતસંમત નૈરાશ્ય એટલે (૧) આત્માનો અભાવ કે (૨) ક્ષણિક આત્મા? આમ બે વિકલ્પ ઉભા થાય છે. જો આત્મા હોય જ નહિ તો વિપશ્યના, પંચશીલ વગેરેની પ્રરૂપણા થઈ નહિ શકે કારણ કે આત્મા વિના મુક્તિ કોની ? આત્મા જ ન હોય તો અષ્ટાંગ યોગની સાધના પણ કોણ કરે ? જેમ કુંવારી શીલવતી કન્યાને “મને પુત્ર થયો એવું તાત્ત્વિક જ્ઞાન સંભવિત નથી, તે રીતે આત્મા જ ન હોય તો નિરામ્ય સ્વરૂપ વિકલ્પ પણ થઈ શકે નહિ. માટે “મારે આજીવન મૌન છે' એવું બોલનાર માણસની જેમ “આત્મા નથી' આવું બોલનારની વાત હાસ્યાસ્પદ બને છે. - શૂન્યવાદી માધ્યમિક બૌદ્ધના મતનું નિરાકરણ કર્યા બાદ જ્ઞાનાદ્વૈતવાદી યોગાચાર નામના બૌદ્ધ વિદ્વાનના મતની પણ ગ્રંથકારશ્રીએ સમીક્ષા કરેલ છે. આ દુનિયામાં કોઈ પણ પદાર્થ વાસ્તવમાં હાજર નથી પરંતુ તે જ્ઞાનનો જ કેવળ આકાર છે. આવી યોગાચારની દલીલ ઉપર પોતાની તર્કની કાતર ફેરવતા મહોપાધ્યાયશ્રી કહે છે કે જેમ જ્ઞાન વાસ્તવિક છે તેમ જ્ઞાનથી ભિન્ન આત્મા અને બાહ્ય જગત પણ વાસ્તવિક પદાર્થ છે. (ગા.૬-૭)
નૈરામ્ય = ક્ષણિક આત્મા. આત્મા ક્ષણભંગુર હોવાથી ન હોવા બરાબર છે - આવો બીજો વિકલ્પ પણ ગ્રીકારશ્રીની દૃષ્ટિએ બરાબર નથી. “દયાદાન કરનાર આત્મા ભવાંતરમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે તથા હિંસાદિ કરનાર નારક રૂપે ઉત્પન્ન થાય છે આ પ્રમાણે બૌદ્ધના ત્રિપિટકોમાં બતાવેલી વાત સંગત ત્યારે જ થાય જો આત્માને સર્વથા ક્ષણિક ન માનીએ. આ રીતે બીજો વિકલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org