________________
43
द्वात्रिंशिका
• ૨૩ થી ૨૬ બત્રીસીનો ટૂંકસાર • મોક્ષપુરુષાર્થ છે. પરંતુ ગ્રન્થકારશ્રી તેની સમીક્ષા કરતાં કહે છે કે ચરમદુઃખધ્વસ પૂર્વકાલીન દુઃખધ્વસની જેમ અર્થસમાજસિદ્ધ છે. માટે તેનું કોઈ ચોક્કસ કારણ બની ન શકે. વળી, તેમના મતે તો મોક્ષમાં જેમ દુઃખ નથી તેમ સુખ વગેરે પણ નથી. જેમાં જરાય સુખ મળવાનું ન હોય એવી કષ્ટદાયક મોક્ષસાધનાની પ્રવૃત્તિ કોઈ ડાહ્યો માણસ કરે જ નહિ. માટે તૈયાયિકમાન્ય મોક્ષ અને મોક્ષમાર્ગ બન્ને વિવેકીને માન્ય બની ન શકે. (ગા.૨૮).
જૈનમતે મુક્તિ પરમાનંદમય છે. તે દુઃખથી અને દુઃખના કારણોથી = કર્મથી રહિત છે. તમામ દુઃખનો અને કર્મનો નાશ સમ્યગૃજ્ઞાન અને સમ્યક્રિયાથી જ થાય છે. પાપકર્મોનો નાશ યોગથી થાય છે, ભોગથી નહિ. કારણ કે તેમાં તો અનવસ્થા આવે. નૈયાયિકોના મતે મોક્ષગામી યોગીઓ મોક્ષે જતાં પૂર્વે કૂતરા, બિલાડા, કાગડા વગેરે અનેક જન્મમાં ભોગવવા યોગ્ય કર્મોને માટે તેવા તેવા શરીરને એક જ ભવમાં એકી સાથે ધારણ કરીને કાયમૂહથી (= અનેકશરીરવૃંદથી) કર્મ ખપાવે છે. ગ્રન્થકારશ્રી જણાવે છે કે આ વાત જુગુપ્સનીય અને કાલ્પનિક છે. જો માત્ર ભોગથી જ કર્મક્ષય માનવામાં આવે તો પ્રાયશ્ચિત્ત વગેરે પણ નકામા કહેવા પડે. વળી, ભગવદ્ગીતામાં “હે અર્જુન ! જ્ઞાનાગ્નિ સર્વ કર્મોને ભસ્મીભૂત કરે છે” આવું જણાવેલ છે તે પણ નિરર્થક થાય. માટે “કર્મો ભોગવવાથી જ નાશ પામે એવો નિયમ બાંધવાના બદલે નિકાચિત કર્મો ભોગવવાથી જ નાશ પામે તેવો નિયમ સ્વીકારવો વધુ વ્યાજબી છે. આ રીતે કર્મક્લેશનો ઉચ્છેદ થવાથી શાશ્વત સિદ્ધશિલા નામના સ્થાનને સાધક પામે છે. આમ જૈનસિદ્ધાન્તહાર્દ જણાવીને ગ્રન્થકારશ્રીએ ૨૫મી બત્રીસી પૂર્ણ કરેલ છે. (ગા.૩૦-૩૨)
૨૬. યોગમાયાભ્યદ્વાબિંશિશ્ન : ટૂંક્યાર ૨૫મી બત્રીસીમાં યોગ દ્વારા કર્મક્ષય થાય - આ વાત કરી હતી. ૨૬મી બત્રીસીમાં યોગનો મહિમા વર્ણવેલ છે. પાતંજલદર્શનમાં દર્શાવેલ યોગવિભૂતિઓનું પણ વર્ણન તથા સમીક્ષણ આ બત્રીસીમાં કરવામાં આવેલ છે. પ્રારંભમાં જ યોગનો મહિમા જણાવતા ગ્રંથકારશ્રી કહે છે કે શાસ્ત્રનું રહસ્ય યોગ છે. યોગ મોક્ષની કેડી છે, વિબોને શાંત કરનાર છે, કલ્યાણનું કારણ છે. (ગા.૧) બીજી જ ગાથામાં ગંભીર વાત કરતા ગ્રંથકારશ્રી કહે છે કે ધનવાન માણસને પુત્ર, પત્ની દ્વારા જેમ સંસારની વૃદ્ધિ થાય છે તેમ શાસ્ત્રો પણ યોગ વિના પંડિતોને સંસારની વૃદ્ધિ કરાવે છે. (ગા.૨) યોગરૂપી કલ્પવૃક્ષથી આ લોકમાં લબ્ધિઓ મળે છે, પરલોકમાં અભ્યદય થાય છે, પરમાત્માને આધીન થવાય છે. (ગા.૩) આવા યોગનું ફળ પતંજલિ ઋષિના યોગસૂત્ર નામના ગ્રંથને આધારે પાંચથી એકવીસ ગાથા સુધી જણાવી પછી ગ્રંથકારશ્રી જૈનદર્શનમુજબ અહીં યોગફળ બતાવે છે.
પાતંજલ દર્શન મુજબ, સંયમ = ધારણા, ધ્યાન અને સમાધિને એક વિષયમાં સ્થાપિત કરવા. ત્રણ પ્રકારના પરિણામ સ્વરૂપ સંયમ(= ધર્મ સ્વરૂપ પરિણામ, લક્ષણ સ્વરૂપ પરિણામ અને અવસ્થારૂપ પરિણામના સંયમ)થી અતીત અને અનાગત વિષયનું જ્ઞાન થાય છે. શબ્દ-અર્થ-બુદ્ધિસંબંધી સંયમથી હંસ, મૃગ, સાપ વગેરે તમામ જીવોના શબ્દનું જ્ઞાન થાય છે. સંસ્કારમાં સંયમ કરવાથી પૂર્વે અનુભવેલ જન્મોની સ્મૃતિ થાય છે, પૂર્વજન્મનું જ્ઞાન થાય છે. રૂપને વિશે સંયમ કરવાથી રૂપશક્તિનું સ્તંભન થતાં યોગીને અદૃશ્ય થવાની શક્તિ પ્રગટ થાય છે. કર્મના ભેદોને વિશે સંયમ કરવાથી અરિષ્ટ દ્વારા મૃત્યુનું જ્ઞાન થાય છે. આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક એમ ત્રણ પ્રકારના અરિષ્ટ જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org