________________
• ૨૩ થી ૨૬ બત્રીસીનો ટૂંકસાર
द्वात्रिंशिका
રત્નપ્રાપ્તિતુલ્ય અસંમોહ બોધ સમજવો. બુદ્ધિપૂર્વક થતો ધર્મ પુરુષાર્થ ‘નાનો બાળક રત્ન લે' તેના જેવો જાણવો. જ્ઞાનપૂર્વકનો પુરુષાર્થ સમજપૂર્વક કાચના ટુકડા છોડી રત્નોને લેવા જેવો છે. અને નજીકના કાળમાં થનાર બજારની તેજીને ધ્યાનમાં રાખીને રત્નનો વેપારી સાનુબંધ રત્નના લાભ વગેરે લક્ષમાં રાખી રત્નપ્રાપ્તિનો પુરુષાર્થ કરે તેના જેવો અસંમોહ બોધપૂર્વક થતો આધ્યાત્મિક પુરુષાર્થ જાણવો.(ગા. ૨૩)
36
જેમાં અનુષ્ઠાન પ્રત્યે આદર હોય, આરાધના કરવામાં પ્રીતિ હોય, આરાધના કરતાં અધવચ્ચે વિઘ્ન ન આવે, આરાધના કર્યા બાદ બાહ્ય-અત્યંતર સંપત્તિ મળે, અનુષ્ઠાનની વિધિ વગેરેમાં જિજ્ઞાસા જાગે અને અનુષ્ઠાનના જાણકારની સેવામાં ઉત્સાહ જાગે -આ સદ્અનુષ્ઠાનના લક્ષણ છે. આદર ન હોય તો તે અનુષ્ઠાન દ્રવ્યસ્વરૂપ બની જાય. અને તે અનુષ્ઠાનના નિષ્ણાત પ્રત્યે દ્વેષ હોય તો તે અપ્રધાન દ્રવ્યસદનુષ્ઠાન બની જાય. (ગા.૨૪) વિવેક વિના પોતાની કલ્પના અને બુદ્ધિથી કરાતું અનુષ્ઠાન સંસારનું કારણ બને છે. અને આત્મશુદ્ધિના લક્ષથી, શાસ્ત્રાભ્યાસ અને વિવેકદૃષ્ટિથી કરાતું અનુષ્ઠાન મોક્ષ માટે થાય છે. (ગા.૨૫) જ્ઞાનપૂર્વકનું અનુષ્ઠાન સ્વર્ગનું આંતરું પાડીને મોક્ષને આપે છે. પરંતુ અસંમોહ તત્ત્વસંવેદનવાળું જ્ઞાન આંતરા વિના શીઘ્ર મોક્ષને આપે છે. સમુદ્રના કાંઠે જનારા માણસોમાં કોઈક કાંઠાથી નજીક હોય, કોઈક દૂર હોય પણ તમામનો કાંઠે જવાનો માર્ગ એક જ છે તેમ સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા વગેરે જુદા-જુદા શબ્દો દ્વારા જણાવાતો મોક્ષ પણ પરમાર્થથી એક જ છે. મોક્ષ એક હોવાથી મોક્ષમાર્ગ પણ એક જ છે. યોગદૃષ્ટિસમુચ્ચયમાં પણ કહેલ છે કે ‘યોગીઓનો મોક્ષમાર્ગ પણ એક જ છે - શમ માર્ગમાં પરાયણ થવું.' માટે અમુક જ આરાધનાથી મોક્ષ થાય એવો વિવાદ કરનારને પરમાર્થથી બુદ્ધિમાન ન કહી શકાય. (ગા.૨૬)
=
કપિલ મહર્ષિનો શ્રોતાવર્ગ મહદંશે બ્રાહ્મણપ્રધાન હતો. બ્રાહ્મણો સ્વભાવથી પાપભીરુ હોવાની સાથે મોતભીરુ પણ હોય. તેથી તેમને કપિલે ‘તું તો અમર આત્મા છે’ એવો ઉપદેશ આપ્યો. જ્યારે ગૌતમબુદ્ધના શ્રોતાવર્ગમાં મુખ્યત્વે ક્ષત્રિયો હતા. માટે રાજ્ય-ભોગસુખ વગેરેમાં આસક્ત અને ઉન્માર્ગ તરફ ખેંચાતા ક્ષત્રિયોને અટકાવવા ગૌતમબુદ્ધે કહેલ છે કે ‘આ વિષયસુખો ક્ષણિક-નાશવંત છે.’ આમ સર્વજ્ઞની વાણીમાં વૈવિધ્ય શિષ્યની ભૂમિકાને લીધે હોય છે. પરંતુ વાસ્તવમાં આ સર્વજ્ઞોમાં અને તેમની દેશનામાં ભેદ = તફાવત નથી. (ગા.૨૭)
જો દેશના શ્રોતાની ભૂમિકા પ્રમાણે અપાય તો તેનાથી શ્રોતાને ચોક્કસ લાભ થાય. તીર્થંકર ભગવંતોને, પૂર્વે ત્રીજા ભવમાં ભાવેલ કરુણા-ભાવનાથી બંધાયેલ, તીર્થંકરનામકર્મ પરોપકારમાં અમોઘ નિમિત્ત છે. તેથી તીર્થંકરની એક જ દેશના વિવિધ શ્રોતાને પોતાની યોગ્યતા મુજબ પરિણમે છે. પણ તેના લીધે તીર્થંકર સર્વજ્ઞ ભગવંતમાં વિલક્ષણતા સિદ્ધ થઈ ન શકે. અર્થાત્ સર્વજ્ઞત્વની અપેક્ષાએ તીર્થંકર પણ બીજા સર્વજ્ઞની સમાન જ છે. (ગા.૨૮) અથવા કલિકાલના કારણે કપિલ વગેરે મહર્ષિઓની દેશના વિવિધ પ્રકારની થઈ ગઈ છે. પણ તે દેશનાનું મૂળ તો પરમાર્થથી સર્વજ્ઞની જ દેશના છે. તે કારણે તે નયદેશના વિવિધ પ્રકારની બની હોવા છતાં પણ તે ધર્મદેશના અપ્રમાણભૂત ન કહેવાય. તેને અપ્રમાણભૂત કહેવા દ્વારા સર્વજ્ઞની અવજ્ઞા કરવી તે અત્યંત નુકસાનકારક છે. (ગા.૨૯)
સર્વજ્ઞના વચનને અનુસરીને જ પ્રવૃત્તિ કરવી જોઈએ. તેના વચનમાં વિવાદ ઉભો કરનારા તર્ક-કુતર્કપ્રધાન વચનોમાં આસ્થા ન રાખવી. કારણ કે ભર્તૃહરિએ પણ વાક્યપદીય ગ્રંથમાં જણાવેલ છે કે એક વિદ્વાન જે વાતને પોતાની બુદ્ધિ-તર્ક-ઉદાહરણો દ્વારા સાચી સાબિત કરે તે વાતને બીજો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org