________________
35
द्वात्रिंशिका
• ૨૩ થી ૨૬ બત્રીસીનો ટૂંકસાર • રીતે ધર્મ-અધર્મ વગેરે અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિમાં આગમ જ સમર્થ છે. તેવા શાસ્ત્રમાં શ્રદ્ધાવાન, શીલવાન અને યોગવાન હોય તે જ ખરેખર તત્ત્વવેત્તા બની શકે. (ગા.૧૩) ત્રિકાળજ્ઞાની એવા સર્વજ્ઞો સાંભળનારની ભૂમિકાને જોઈને દેશના આપે છે. તેમાં સામેનાનું હિત કરવાની મુખ્ય બુદ્ધિ સમાન હોવાથી વિવિધ શ્રોતાને આશ્રયીને થતી વિવિધ પ્રકારની દેશના પણ વાસ્તવમાં એક જ કહેવાય. તેથી તેવા વિવિધ શાસ્ત્રોમાં પણ વાસ્તવમાં કોઈ ભેદ નથી. (ગા.૧૪) પ્રાયઃ સર્વ આસ્તિક દર્શનકારો સર્વજ્ઞને માને છે. સર્વોત્કૃષ્ટ ગુણસંપન્નત્વ તરીકે અને સર્વદોષરહિતત્વરૂપે તેની ઉપાસના કરે છે. માટે બુદ્ધ, શંકર, જિનેશ્વર વગેરે વિવિધ નામોથી ભલે ને ભગવાનને બોલાવે, સર્વજ્ઞના આંતરિક સ્વરૂપનો કદાચ પૂરેપૂરો નિશ્ચય ન પણ થયો હોય છતાં પણ બધા તાત્પર્યાર્થથી મુખ્ય સર્વશને જ પરમ ઉપાસ્ય તરીકે સ્વીકારે છે. તેમાં કોઈ જ વિવાદ નથી. (ગા.૧૫).
જૈન-જૈનેતર બધાને સામાન્ય રૂપે જ સર્વજ્ઞના સ્વરૂપનું જ્ઞાન હોય છે. સંપૂર્ણપણે તો એક સર્વજ્ઞાને બીજા સર્વજ્ઞ જ ઓળખી શકે, છદ્મસ્થ જીવ નહિ. (ગા.૧૬) રાગ-દ્વેષ વિના સર્વજ્ઞમાં રહેલા સર્વજ્ઞત્વને ઓઘથી સ્વીકારવાની/ઉપાસવાની અપેક્ષાએ બધા મુમુક્ષુ સાધક સર્વજ્ઞના ભક્ત છે. તેટલા અંશે તે સાધકોમાં સમાનતા છે. (ગા.૧૭) રાજાની સેવા કરવા તેના મહેલમાં રહેલા સેવકો અને રાજાજ્ઞાપાલક બીજા (= દૂરના ગામ-નગરમાં ગયેલા દૂતો વગેરે) બધાને સેવક કહેવાય છે. તે રીતે અલગ અલગ ધર્મમાં રહેલા મુમુક્ષુઓ પણ સર્વજ્ઞના જ સેવક છે. તે બધા યોગીઓ અરિહંત, બુદ્ધ, કપિલ વગેરે નામોથી એક જ પરમાત્માની પરમાર્થથી ઉપાસના કરે છે. (ગા.૧૮) સંસારી દેવો અનેક પ્રકારના છે. જેમ કે લોકપાલ, ક્ષેત્રપાલ, દિપાલ વગેરે. તેમની ભક્તિના પ્રકારો પણ અલગ અલગ છે. જ્યારે મુક્ત દેવોની = સર્વજ્ઞ ભગવંતોની ભક્તિ તો એક સરખી જ છે. માટે કહી શકાય કે પરમાર્થથી સર્વજ્ઞમાં કોઈ ભેદભાવ નથી. (ગા.૧૯) જે જીવો સંસારી દેવોને ભજે છે તેઓ તેમના નોકરદેવ વગેરે સ્વરૂપે ઉત્પન્ન થાય છે. અને મુક્ત સર્વજ્ઞ ભગવંતને ભજનારા યોગી પુરુષો કર્મમુક્તિસ્વરૂપ ફળને મેળવે છે. (ગા.૨૦) મોહના કારણે “મારું-તારું' નો ભેદ રહેવાથી પોતાના દેવ પર રાગ અને બીજા દેવ પર દ્વેષ થાય છે. મોહ ન હોય ત્યાં વિવિધ પ્રકારની બાહ્ય ભક્તિ જેમ કે નવાંગી જિનપૂજા, અષ્ટપ્રકારી પૂજા, સત્તરભેદીપૂજા, ૯૯ પ્રકારી પૂજા વગેરે રૂપે વિવિધતા વ્યવહારથી દેખાવા છતાં પરમાર્થથી ઉપશમભાવની જ પ્રધાનતા વણાયેલી હોય છે, આત્મસ્વભાવમાં રમણતા કરવાની જ મુખ્યતા હોય છે. માટે મુક્તાત્માની ભક્તિ પરમાર્થથી એકસરખી જ છે. (ગા.૨૧)
એક જ મંઝીલના મુસાફરોનો માર્ગ એક જ કહેવાય છે. તથા જેમના મંઝીલ-ગંતવ્યસ્થાન અલગ છે તેઓના માર્ગ પણ અલગ કહેવાય છે. તે રીતે ઐશ્વર્ય, આયુષ્ય, રહેઠાણ, રૂપ વગેરેની વિવિધતા જેમાં દેખાય છે તે વિવિધ દેવોના પરિવારમાં ઉત્પન્ન થવાના ઉપાયો પણ અલગ-અલગ છે- એમ માની શકાય છે. (ગા.૨૨) ત્યાર બાદ ગ્રંથકારશ્રી બોધના ત્રણ ભેદ બતાવે છે. (૧) બુદ્ધિ, (૨) જ્ઞાન અને (૩) અસંમોહ. દા.ત. અભણ-ગમાર માણસને રત્નનું દર્શન થાય તે ઈન્દ્રિયવિષયાધારિત બુદ્ધિ. તે રત્નની પરીક્ષા વગેરે દ્વારા તેનો નિશ્ચય થાય તો સાચું જ્ઞાન થાય. તેને મેળવવાની ઈચ્છા થાય તથા સાચી સમજણ અને સાચા પુરુષાર્થથી તે રત્નની પ્રાપ્તિ થાય તો અસંમોહ. પ્રસ્તુતમાં આશય એ છે કે રત્નદર્શન જેમ ઈન્દ્રિયપ્રવૃત્તિપ્રધાન છે તેમ બુદ્ધિ પણ તેવી જ છે. રત્નશાસ્ત્રમાં બતાવ્યા મુજબ રત્નની કિંમત, પ્રભાવ વગેરેનો નિશ્ચય થાય તેવો બીજો બોધ = જ્ઞાનબોધ સમજવો. તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org