________________
34
द्वात्रिंशिका
(૨૩ થી ૨૬ બબીસીનો ટૂંક્યાર)
૨૩. ક્તગ્રહનિવૃત્તિદ્વાચિંશિક : ટૂંક્યાર ૨૨મી બત્રીસીમાં છેલ્લે અવેદસંવેદ્યપદને જીતવાની પાવન પ્રેરણા દીપ્રાદેષ્ટિવાળા યોગી પુરુષોને કરવામાં આવી હતી. અવેદ્યસંવેદ્યપદ ઉપર વિજય સંપ્રાપ્ત થાય તો શું પરિણામ મળે ? તેનું સવિસ્તાર પ્રતિપાદન ૨૩મી બત્રીસીમાં કરેલ છે. ગ્રંથકારશ્રી જણાવે છે કે “પશુતા' વગેરે શબ્દોથી ઓળખાવાયેલ અવેદ્યસંવેદ્યપદ મહામિથ્યાત્વનું કારણ છે. તે જીતાય તો કુતર્ક પોતાની જાતે જ ઝડપથી ચાલી જાય, જાણે કે રાજા ઉપર વિજય મળતાં તેની સેના અને જાસુસોનો પરિવાર સ્વતઃ તરત જ રવાના થાય તેમ. (ગા.૧) પ્રશમ, જ્ઞાન, શ્રદ્ધા અને સુનયને કુતર્ક ખતમ કરે છે તથા કુતર્ક હંમેશા મિથ્યા-અભિમાનને વધારે છે. તેથી કુતર્કમાં આગ્રહ રાખવો એ મોક્ષને ઈચ્છનારા સાધકો માટે યોગ્ય નથી. જેમ સતત નડતા અપ્રશસ્ત કષાયથી છૂટવા પ્રશસ્ત કષાય આલંબનરૂપ છે, તે રીતે અહીં સાધકે કુતર્કને/કદાગ્રહને છોડવા શ્રત, શીલ અને સમાધિનો આગ્રહ રાખવો યુક્તિસંગત છે. (ગા.૨-૩) તપ દ્વારા જેણે આત્માનો કચરો ધોઈ નાંખેલ છે તેવા યોગમાર્ગના વિશારદોએ ભાવી યોગીના અત્યંત હિત માટે કહેલ છે કે ગોળ-ગોળ ફરવા છતાં ઘાંચીનો બળદ ત્યાં જ હોય છે તેમ વાદ-પ્રતિવાદ કરનારા મુમુક્ષુઓ આત્માદિ તત્ત્વની પ્રકૃષ્ટ જાણકારીને પામી શકતા નથી. માટે તે છોડીને મુમુક્ષુએ યોગસાધનામાં આત્મકલ્યાણના લક્ષે લાગી જવું જોઈએ. (ગા.૪-૫) કાદવને છોડનાર માણસે કાદવમાંથી બનેલ ચીજને પણ છોડવી જોઈએ. તે રીતે જ્ઞાનાવરણીય કર્મ તથા તેમાંથી પ્રગટતી કલ્પના-કાદવતુલ્ય આ બે કુતત્ત્વને કારણે ઉત્પન્ન થતો કુતર્ક/કદાગ્રહ પણ મુમુક્ષુએ છોડવો જોઈએ. (ગા. ૬) - કુતર્ક ખોટા = કલ્પિત = અતાત્ત્વિક દૂષજ્ઞ સમાન છે. તેના કારણે દૂધમાંથી પોરા કાઢવાની જેમ ખોટા કાલ્પનિક દૂષણો દેખાડીને સામેનાને ખોટા ઠરાવવાનું થાય છે. માટે મુમુક્ષુએ આનાથી દૂર રહેવું. તેમ છતાં કર્મવશ મુમુક્ષુ કુતર્કને કરી બેસે તો સદ્ગુરુ રૂપી મહાવત તેને કરુણાબુદ્ધિથી કુતર્કથી છોડાવે છે. (ગા.૭) નજરે દેખાતા કાગડાના રંગ વિશે કોઈ તર્ક કે વિવાદ થતા નથી. પણ અદશ્ય એવા આત્માના વિભિન્ન સ્વભાવને જણાવતા વિવિધ કુતર્કવાદીના કુતર્કોનો અંત નથી. માટે આધ્યાત્મિક માર્ગે અતીન્દ્રિય પદાર્થને વિશે કુતર્ક ત્યાજ્ય છે. (ગા.૮) કુતર્કવાદી “સ્વભાવનો આધાર લઈ મનફાવતી વસ્તુની સિદ્ધિ કરે છે. જેમ કે “અગ્નિની પાસે રહેલ પાણીનો બાળવાનો સ્વભાવ છે.” આ વાતને સર્વથા ખોટી પાડી ન શકાય. કારણ કે દુનિયામાં બધી જાતના ઉદાહરણો મળી શકે છે. જેથી પોતાની મનફાવતી ખોટી પણ વાત કુતર્કના જોરથી સિદ્ધ કરી શકાય છે. જેમ કે બૌદ્ધના યોગાચાર મતવાદી માને છે કે “જગતમાં માત્ર જ્ઞાન જ પારમાર્થિક છે. દેખાતી બધી વસ્તુ બ્રાન્તિ જ છે. આકાશમાં દેખાતા બે ચંદ્ર, મૃગજળ, સ્વમના દૃશ્યો આંખથી દેખાવા છતાં અસત્ય છે તે રીતે બાહ્ય તમામ વસ્તુઓ પણ અસત્ય જ છે.' આવી તેમની સાવ ખોટી વાત પણ તેઓ દષ્ટાંતથી સાચી સાબિત કરે છે. માટે કુતર્કથી દૂર જ રહેવું. (ગા.૯-૧૧) લાલ-પીળું રૂપ જેમ અંધ વ્યક્તિનો વિષય નથી, તેમ ધર્મ-અધર્મ, આત્મા-પરમાત્માનું તાત્ત્વિક સ્વરૂપ વગેરે કદાપિ કુતર્કના વિષય બનતા નથી. (ગા.૧૨)
સૂર્યગ્રહણ કયાં - ક્યારે - કેટલું થશે ? એ જેમ અગાઉથી જ શાસ્ત્રથી જાણી શકાય છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org