________________
द्वात्रिंशिका
• ૨૩ થી ૨૬ બત્રીસીનો ટૂંકસાર
37
વિદ્વાન તર્ક-ઉદાહરણો દ્વારા બીજી જ રીતે સિદ્ધ કરી દેખાડે છે. (ગા.૩૦) જો અતીન્દ્રિય પદાર્થનું સ્વરૂપ માત્ર તર્કથી જાણી શકાતું હોત તો અત્યાર સુધીના દીર્ઘ કાળમાં જબ્બર તાર્કિકશિરોમણિ પુરુષો થઈ ગયા. તેમણે તે અતીન્દ્રિય પદાર્થનો નિર્ણય પોતાની બુદ્ધિ દ્વારા સચોટ રીતે કરી લીધો હોત. પણ તેવું ન બનવાથી સિદ્ધ થાય છે કે અતીન્દ્રિય પદાર્થનો અભ્રાન્ત નિર્ણય સર્વજ્ઞવચનથી જ થઈ શકે. (ગા.૩૧) માટે આગમમાં નજર કરતા સાધકે કુતર્કનો આગ્રહ છોડવો જોઈએ. તો જ ક્રિયાત્મક ધર્મ અને ક્ષાયોપશમિક ધર્મોની પ્રાપ્તિ થાય. ત્યાર પછી ક્ષાયિક કેવળજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. આમ મોક્ષમાર્ગમાં બાધક એવા કુતર્કને સૌપ્રથમ છોડવાની મુમુક્ષુઓને સોનેરી શિખામણ આપીને ૨૩મી બત્રીસી ગ્રંથકારશ્રીએ પૂર્ણ કરેલ છે. (ગા.૩૨)
•
૨૪. સદ્દષ્ટિદ્વાત્રિંશિકા : ટૂંક્સાર
૨૪મી બત્રીસીમાં યોગની છેલ્લી ચાર દૃષ્ટિઓનું નિરૂપણ મહોપાધ્યાયજી મહારાજે કરેલ છે. છેલ્લી ચાર યોગદૃષ્ટિઓ ગ્રન્થિભેદ થયા પછી મળે છે. પૂર્વની ચાર દૃષ્ટિઓ ગ્રન્થિભેદ થયા પહેલાં ચરમાવર્તમાં મળે છે. માટે ગ્રંથકારશ્રીએ પ્રારંભમાં જ જણાવેલ છે કે પાંચમી સ્થિરાદષ્ટિ ગ્રંથિભેદ કરીને સમ્યગ્દર્શન મેળવનારા જીવોને જ હોય છે. ક્ષયોપશમની અપેક્ષાએ તે જીવોના બોધમાં કદાચ તરતમતા હોઈ શકે પરંતુ આત્માદિ તત્ત્વનો બોધ મૂળમાંથી સંપૂર્ણતયા ઉચ્છેદ ન પામે. અહીં જીવને ‘પ્રત્યાહાર' નામનું યોગનું પાંચમું અંગ પ્રાપ્ત થાય છે. અહીંથી ભ્રમ નામનો દોષ ૨વાના થાય છે અને સૂક્ષ્મ બોધ નામનો ગુણ પ્રગટે છે. (ગા.૧) માતેલા સાંઢ જેવી બળવાન થઈને બાહ્ય વિષયોમાં સતત ભટકતી એવી ઈન્દ્રિયો બહિર્મુખતા છોડીને પોતાના સ્વરૂપને સન્મુખ બને તેવી ચિત્તનિરોધસ્વરૂપ અવસ્થા પ્રત્યાહાર કહેવાય છે. સામે પડેલી ખુલ્લી, દૂધથી ભરેલી, તપેલીમાં મોઢું નાખવાથી માથે પડેલ લાકડીના મારને અનેકવાર અનુભવી ચૂકેલી બિલાડી દૂધમાં મોઢું નાખવાનું છોડી દે છે તે રીતે અસાર વિષયોના તેવા સ્વભાવથી ભાવિત થયેલી જીવની ઈન્દ્રિયો વિષયોથી અટકી જાય છે. આ જ પ્રત્યાહારનું ફળ છે. (ગા.૨) ગ્રંથિભેદથી બળવાન વિવેકદૃષ્ટિને મેળવનાર આવા જીવોને ભોગસુખાદિ પ્રવૃત્તિ લજ્જાસ્પદ લાગે છે, પછી તે ભોગપ્રવૃત્તિ ચક્રવર્તીની કે દેવની ભલે ને હોય. (ગા.૩) ‘સકલ જગત તે એંઠવર્તી, અથવા સ્વપ્રસમાન તે કહીએ જ્ઞાની-દશા, બાકી વાચા જ્ઞાન' આ ઉક્તિ મુજબ સ્થિરાઇષ્ટિમાં જ્ઞાનસ્વભાવસ્વરૂપ આત્મા જ આદરણીય લાગે છે. બીજું બધું જ અસારભૂત લાગે છે. (ગા.૪)
બેડી લોખંડની હોય કે સોનાની પણ અંતે તો બંધન જ છે. તેમ પુણ્ય અને પાપ બન્ને સંસારમાં બાંધનારા બંધન જ છે. આવી પારદર્શક માન્યતા સ્થિરાદૃષ્ટિના જીવની પાસે હોય છે. ‘કર્મજનિત સુખ તે દુઃખરૂપ, સુખ તે આતમઝાંખ’ આ છે નિર્મળ સમકિતીના ઉદ્ગાર ! (ગા.૫) ‘આગ ચંદનમાંથી ઉત્પન્ન થાય કે કોલસામાંથી પણ તે બાળવાનું જ કામ કરે. તે રીતે ધર્મથી પણ ઉત્પન્ન થતા ભોગસુખ પ્રાયઃ નુકસાનકારી જ થાય છે' - આવું માનીને સ્થિરાદષ્ટિમાં રહેલ જીવ ઈન્દ્રિયોમાં આસક્ત થતો નથી. (ગા.૬) ભોગના સંસ્કાર ભોગેચ્છાના દમનથી કે શમનથી રવાના થતા નથી પણ વિષયોની તુચ્છતા-અસારતાના વિચારથી ભાવિત થવાથી થાય છે. આ છે ભોગતૃષ્ણાનું દહન. આ રીતે અલૌલ્ય વગેરે ગુણો પ્રગટે છે. શાÁધરપદ્ધતિ નામના ગ્રંથમાં કહેલ છે કે ‘લોલતાનો અભાવ, કોમળતા, શરીરમાં સુગંધ, મળ-મૂત્રની અલ્પતા, શરીરની કાંતિ, મુખ ઉપર પ્રસન્નતા, અવાજની સૌમ્યતા વગેરે યોગની પ્રવૃત્તિના પ્રાથમિક ચિહ્નો છે.' તે ઉપરાંત પણ અનેક વિશેષતા આવા જીવોમાં પ્રગટે છે. તેમનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org