________________
27
द्वात्रिंशिका
• પ્રસ્તાવના : ઠરતો નથી. “જ્ઞાન-ક્રિયાપ્યાં મોક્ષ:' રૂપ જૈનમત જ સર્વ રીતે નિર્દોષ-સચોટ ઉપાય છે. આથી જ્યારે યુક્તિપૂર્વક જિનમત જણાશે ત્યારે અધ્યેતાની શ્રદ્ધા ઓર વધી જશે. અકાઢ્ય બની જશે.
જુદાં જુદાં દર્શનની માન્યતા - સર્વફ્લેશનાશના ઉપાયને વિષે જુદા જુદા દર્શનોમાં ભિન્ન ભિન્ન માન્યતાઓ પ્રવર્તે છે. જેમ કે, (૧) બૌદ્ધદર્શન :- બૈરામ્યદર્શનથી ક્લેશ હાનિ માને છે. નિરામ્યદર્શનથી એટલે આત્માના અભાવના
દર્શનથી અથવા ક્ષણિક આત્માના દર્શનથી ક્લેશનાશ માને છે. કારણ કે તૃષ્ણા = રાગ જ સંસારનું કારણ છે. આત્માને જોવાથી તેમાં રાગ થાય, તૃષ્ણા જાગે.. આથી પુનર્જન્મ થાય.. જો આત્મદર્શન બંધ થાય તો એવી બુદ્ધિ ન થાય. તેથી તેમાં સ્નેહ-પ્રેમ થતો નથી. આથી જીવ સુખની સામગ્રી પાછળ દોડતો નથી. આમ આત્મદર્શન એ વૈરાગ્યનો વિરોધી હોવાથી
નિરામ્ય દર્શનથી જ મુક્તિ થાય છે. (૨) પાતંજલ યોગદર્શન :- વિવેકખ્યાતિથી ક્લેશ હાનિ માને છે. જ્યારે દગુ = ચિરૂપ પુરુષ અને
દેશ્ય = બુદ્ધિ વચ્ચે અભેદ હોવાનો ભ્રમ થાય છે, ભોગ્ય-ભોજ્જુભાવ રૂપ વિવેક-અખ્યાતિજન્ય સંયોગનો ભ્રમ થાય છે ત્યારે ભવની પરંપરા ચાલે છે. આવી અવિદ્યા = મિથ્યાજ્ઞાન સ્વરૂપ ક્લેશ જ સંસાર ચલાવે છે. ક્લેશ પાંચ પ્રકારના છે (૧) અવિદ્યા (૨) અસ્મિતા (૩) રાગ (૪) દ્વેષ (૫) અભિનિવેશ. અહીં મુખ્ય તો અવિદ્યારૂપ જ ક્લેશ છે કે જે બાકીના ચાર ક્લેશોનું ક્ષેત્ર (અર્થાત્ ઉદ્ગમસ્થાન) છે.
પરંતુ વિવેકખ્યાતિ રૂપ પ્રતિપક્ષ ભાવનાથી અવિદ્યાનો નાશ થાય છે. આથી પુરુષબુદ્ધિના સંયોગનો-અભેદનો ભ્રમ પણ દૂર થવાથી પુરુષની સર્વક્લેશનાશ રૂપે મુક્તિ થાય છે. (૩) તૈયાયિક દર્શન :- ગૌતમ ઋષિ પ્રણીત ન્યાયદર્શનવાળા મુમુક્ષુઓ ચરમ દુઃખના નાશને મુક્તિ
માને છે. સંસારનું કારણ મિથ્યાજ્ઞાન છે. તત્ત્વજ્ઞાનથી તે દૂર થતાં છેલ્લું દુઃખ નાશ પામતાં
જીવની મુક્તિ થાય છે. (૪) જૈનદર્શન :- સમગુ જ્ઞાન-ક્રિયા દ્વારા મોક્ષ થાય છે, સર્વ ક્લેશનો નાશ થાય છે. પૂર્વોક્ત ત્રણે
ય દર્શનોમાં બતાવેલાં ઉપાયોનો જૈનદર્શનના જ્ઞાન-ક્રિયારૂપ ઉપાયમાં અંશતઃ અંતર્ભાવ થઈ જાય છે. પણ તે ઉપાયો સ્વતંત્ર રીતે ઘણા દોષોથી યુક્ત છે. આનું જોરદાર ખંડન આ બત્રીસીમાં મહોપાધ્યાયજીએ કરેલું છે. “નયેલતા” વૃત્તિકારે આને ખૂબ સુંદર રીતે વિશદ કરેલું છે. આનો અભ્યાસ કરવાથી જૈનદર્શન કેટલું પ્રમાણભૂત-સચોટ-સંપૂર્ણ છે ? તેની પ્રતીતિ અભ્યાસીઓને થયા વિના નહીં રહે...
અહીં “નયેલતા' વૃત્તિમાં માત્ર એકાંતે ખંડન જ નથી કર્યું પણ “બૌદ્ધોના સર્વશૂન્યવાદનો ઉપદેશ તેવા કોઈ શિષ્યના અનુસાર આવેલો છે” ઈત્યાદિ “શાસ્ત્રવાર્તા સમુચ્ચય' આદિના સંદર્ભથી સાપેક્ષ રીતે નિરામ્યદર્શનાદિ સ્વીકૃત પણ છે. જ્યારે આત્મા કેવળ જ્યોતિર્મય હોય છે ત્યારે બાહ્ય ભાવોથી શૂન્ય જ હોય છે. આથી “શૂન્ય બનીને પૂર્ણ બનો”, “સપૂf: પૂર્ણતાનેતિ” વગેરે સ્વદર્શનોક્ત વિધાનો પણ છે.
નયેલતા' વૃત્તિકારે “જ્ઞાન-ક્રિયા” બેયની આવશ્યકતાના પુષ્કળ સ્વ-પર શાસ્ત્રોક્ત સંદર્ભો આપીને જ્ઞાન-ક્રિયા જ મુક્તિના ઉપાય હોવાની સ્વ-પરદર્શનનુસાર સિદ્ધિ કરી છે. અંધ અને પંગુ, રથ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org