________________
28
• 4124119-11 •
द्वात्रिंशिका
અશ્વ, પક્ષીની બે પાંખ, વર અને કન્યા -એ બે ય વસ્તુ ભેગી થાય તો જ જેમ નગરગમનાદિ કાર્ય થાય તેમ જ્ઞાન-ક્રિયા બે ભેગા થાય તો જ સર્વક્લેશનાશ થાય..
અંતે ગ્રન્થકારશ્રીએ ક્લેશનો અર્થ કર્મ કરેલો છે. અને તેનો નાશ યોગથી જ થાય, ભોગથી નહીં. જન્માંતરીય કર્મોનો પણ પ્રાયશ્ચિત્તથી નાશ થાય છે..' ઈત્યાદિ દ્વારા “ભોગથી જ કર્મનાશ થાય” એવા પરમતનું નિરાકરણ કરેલું છે.
૦ ૨૬મી યોગમાહાત્મ્ય બત્રીસી ૭
ક્લેશનાશના ઉપાયનું વિવેચન પૂર્વની બત્રીસીમાં કર્યું. જ્ઞાન-ક્રિયા રૂપ યોગ જ ક્લેશ નાશક છે. આવા યોગમાં બુદ્ધિમાન પુરુષોની પ્રવૃત્તિ થાય તે માટે યોગનો મહિમા આ બત્રીસીમાં વર્ણવેલો છે. યોગથી આ જન્મમાં પણ વિવિધ લબ્ધિઓ, પરલોકમાં સ્વર્ગાદિ મહોદય-સદ્ગતિ અને અંતે શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ એ યોગ રૂપી કલ્પવૃક્ષનું ફળ છે.
અહીં પાંચમા શ્લોકથી ૨૧મા શ્લોક સુધી પતંજલિ ઋષિએ યોગસૂત્રના ૩જા વિભૂતિપાદમાં વર્ણવેલી યોગજન્ય લબ્ધિ આદિનું વર્ણન છે... જુદાં જુદાં સંયમથી પ્રતિબંધક વિક્ષેપ દૂર થવાથી જુદી જુદી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. દા.ત. ધર્માદિ પરિણામ ઉપર સંયમ કરવાથી અતીતાદિગોચર જ્ઞાન થાય છે. અહીં સર્વત્ર સંયમનો અર્થ ધારણા-ધ્યાન-સમાધિ રૂપ લેવાનો છે.
શબ્દ, શબ્દથી વાચ્ય અર્થ અને તજ્જન્ય બોધને વિષે સંયમથી પશુ આદિના શબ્દનું જ્ઞાન થાય છે. દા.ત. અમુક પશુએ આવા અભિપ્રાયથી આ શબ્દ ઉચ્ચારેલ છે... ઈત્યાદિ બોધ થાય છે.
શ્લોક ૨૨, ૨૩, ૨૪માં આ યોગફળ વર્ણન કેટલું સંગત-અસંગત છે ? તે જણાવેલ છે. મહોપાધ્યાયશ્રી યશોવિજય મહારાજ જણાવે છે કે આ બધી સિદ્ધિઓમાં જે વિવિધતા છે તેમાં કર્મક્ષય આદિ હેતુ છે. દા.ત. અતીત આદિ પદાર્થનું જ્ઞાન થવામાં જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ આદિ અને હાથીતુલ્યબળ આદિની પ્રાપ્તિમાં વીર્યંતરાય કર્મનો ક્ષયોપશમ વગેરે હેતુ છે. વળી, ધારણાદિસ્વરૂપ સંયમ શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ પૂર્વક જ તેવા ક્ષયોપશમાદિ દ્વારા પૂર્વોક્ત સિદ્ધિનું કારણ બની શકે, બીજી રીતે નહીં. વળી, અનંતવિષયક કેવળજ્ઞાન એ ચિત્તની એકાગ્રતા રૂપ સંયમથી અસાધ્ય છે. કેમ કે દરેક વિષયનું સંયમ થઈ શકતું જ નથી. કિંતુ સર્વજ્ઞ ભગવંતે વિહિત કરેલ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ અને નિષિદ્ધ ક્રિયાથી નિવૃત્તિ સંબંધી શ્રદ્ધાથી પરિપુષ્ટ એવા વિશુદ્ધ પ્રણિધાનમાત્ર રૂપ સંયમથી જ સંપૂર્ણ મોહનીય કર્મક્ષય થવા દ્વારા જ્ઞાનાવરણ કર્મનો પણ નાશ થવાથી જ અનંત પદાર્થવિષયક જ્ઞાન સંભવે છે. ટૂંકમાં પાતંજલમત ચિત્તની એકાગ્રતાથી સિદ્ધિની પ્રાપ્તિ જણાવે છે. જૈનદર્શન ચિત્તની નિર્મળતાથી સિદ્ધિની પ્રાપ્તિ માને છે.
આમ મોહનીય કર્મના નાશ વિના પ્રાપ્ત થતી સિદ્ધિઓ કેવળજ્ઞાન ન આપી શકે. એવા સંયમથી બહુ બહુ તો ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય પણ ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત ન થાય.. એ તો સર્વજ્ઞની આજ્ઞા પાલનથી જ થાય. આથી જ ઊંચા પ્રકારના સંયમથી આમર્શેષધિ વગેરે લબ્ધિઓ પ્રાપ્ત થવી જૈનદર્શનને પણ માન્ય છે. છતાં ય સનકુમાર મહામુનિ આદિની જેમ તેનો ઉપયોગ કરવાની લેશમાત્ર પણ ઈચ્છા હોતી નથી. આત્મવિશુદ્ધિ વધતાં લબ્ધિઓ મળે છે.. પણ તેનો ઉપયોગ કરવાની ઈચ્છા તો આત્મવિશુદ્ધિ ઘટવાથી જ થાય છે. માટે જ ૭મા ગુણસ્થાનકે આહારક લબ્ધિ પ્રાયોગ્ય કર્મબંધ થાય પણ ઉદય તો ૬ઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે શરૂ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org