________________
व्यासमतानुसारेण सप्तविधा प्रज्ञा •
१७२९
तथा (३) गुणाऽतीतः स्वरूपमात्राऽवस्थितः चिदेकरस इति तृतीया । प्रज्ञा = અવસ્થત્યર્થ: । નિજ્ઞાસાजिहासा-प्रेप्सा-चिकीर्षा-शोक-भय-विकल्पाऽन्तफलाः सप्त प्रज्ञाभूमयः प्रान्ता मन्तव्या इत्यर्थः ← (म.
•
પ્ર.૨/૨૭) ।
व्यासस्तु योगसूत्रभाष्येतस्य इति प्रत्युदितख्यातेः प्रत्याम्नायः (= परामर्शः ) । सप्तधा इत्यशुद्ध्यावरणमलाऽपगमाच्चित्तस्य प्रत्ययाऽन्तरोत्पादे सति सप्तप्रकारैव प्रज्ञा विवेकिनो भवति । तद्यथा (૧) રિજ્ઞાતં હૈયું, નાડસ્ય પુન: પરિજ્ઞેયન્તિ 1 (૨) ક્ષીળા હેયહેતવો, ન પુનરેતેવાં ક્ષેતવ્યક્તિ । (३) साक्षात्कृतं निरोधसमाधिना हानम् । (४) भावितो विवेकख्यातिरूपो हानोपाय इति । चतुष्टयी कार्या विमुक्तिः प्रज्ञायाः । चित्तविमुक्तिस्तु त्रयी । (५) चरिताऽधिकारा बुद्धि: । ( ६ ) गुणा गिरिशिखरकूटच्यूता इव ग्रावाणो निरवस्थानाः स्वकारणे प्रलयाऽभिमुखाः सह तेनाऽस्तं गच्छन्ति । (७) एतस्यामवस्थायां गुणसम्बन्धाऽतीतः स्वरूपमात्रज्योतिरमलः केवली पुरुषः इति । एतां सप्तविधां प्रान्तभूमिप्रज्ञामनुपश्यन् पुरुषः कुशल इत्याख्यायते । प्रतिप्रसवेऽपि चित्तस्य मुक्तः कुशल इत्येव भवति, મુબાડતીતત્વાવિતિ ← (યો.પૂ.મા.૨/૨૭) થમાવ2 । ધિ ચોળવાતિાવવસેયમ્ ।।૨/૧૨।।
વિશેષાર્થ :- પાતંજલ મતાનુસાર અનાદિ કાળથી બુદ્ધિ રજોગુણ અને તમોગુણથી પરાભવ પામેલી છે. તેથી જ બુદ્ધિ અનાદિ કાળથી બહિર્મુખ છે. માટે જ ડગલે ને પગલે ‘ચેતના તં ી' આ પ્રમાણે જ્ઞાતૃત્વ અને કર્તૃત્વનું અભિમાન બુદ્ધિમાં ઉત્પન્ન થાય છે. વાસ્તવમાં ચૈતન્ય-જ્ઞાતૃત્વ તો પુરુષનું સ્વરૂપ છે. પણ અજ્ઞાનના લીધે બુદ્ધિતત્ત્વ જ્ઞાતૃત્વને પોતાનો ગુણધર્મ માની બેસે છે. પરંતુ તેનાથી ઊલટું ‘હું ચેતના નથી' ઈત્યાદિરૂપ પ્રસંખ્યાનના પ્રતિપક્ષભાવનાના બળથી જ્યારે અવિદ્યા અનાદિકાલીન અજ્ઞાન રવાના થાય છે ત્યારે જ્ઞાતૃત્વ વગેરેનું અભિમાન બુદ્ધિમાંથી નીકળી જાય છે અને બુદ્ધિમાં સત્ત્વગુણ બળવાન બને છે. રજોગુણ અને તમોગુણથી બુદ્ધિનો પરાભવ થતો અટકી જાય છે. સત્ત્વગુણપ્રધાન એવી નિર્મળ બુદ્ધિ અંતર્મુખી બને છે. પુરુષના સ્વરૂપની સન્મુખ બને છે. પુરુષથી પ્રતિબિંબિત બને છે.
=
=
આમ નિર્મળ અંતર્મુખી બુદ્ધિમાં પુરુષપ્રતિબિંબની જે સંક્રાન્તિ થાય છે તે વિવેકખ્યાતિ છે કે જે શરૂઆતમાં પરોક્ષ હોવાથી નિર્બળ હોય છે. માટે તે પ્રારંભમાં થોડા-થોડા સમયે અટકી જાય છે. પણ સતત આદરપૂર્વક દીર્ઘકાલીન ધ્યાનાદિના અભ્યાસના બળથી જ્યારે વિવેકખ્યાતિ અત્યંત બલિષ્ઠ બને છે ત્યારે તે વચ્ચે વચ્ચે અટકી પડતી નથી. આવી વિવેકખ્યાતિ અનુપપ્લવ કહેવાય છે. ધ્યાનસમાધિના પ્રકર્ષને અંતે આ અનુપપ્લવ વિવેકખ્યાતિ પ્રગટે છે. તે સાક્ષાત્કારસ્વરૂપ છે. તેનાથી મિથ્યાજ્ઞાન મૂળમાંથી ઉખડી જાય છે. મિથ્યા જ્ઞાનના સંસ્કાર પણ રવાના થાય છે. મિથ્યાજ્ઞાન કહો કે અવિઘા કહો બન્ને શબ્દનો અર્થ એક જ છે.
પાંચ પ્રકારના ક્લેશમાં અવિદ્યા પ્રથમ નંબરનો ક્લેશ છે. તેના નાશનો અનન્ય ઉપાય ઉપરોક્ત વિવેકખ્યાતિ છે. પાતંજલ વિદ્વાનોનો આ મત છે. તેના સાત પ્રકાર પાતંજલદર્શનની એક પ્રક્રિયા છે. જેમાં કાર્યવિમુક્તિ પ્રયત્નસાધ્ય છે. અને ચિત્તવિમુક્તિ પ્રયત્ન વિના પ્રગટે છે - આ પ્રમાણે વાચસ્પતિમિશ્ર યોગસૂત્રની તત્ત્વવૈશારી નામની વ્યાખ્યામાં જણાવે છે. વિવેકખ્યાતિના સાત પ્રકારની વિશદ છણાવટ કરવામાં અતિવિસ્તાર થાય તેમ હોવાથી તેનું વ્યાપક નિરૂપણ અમે અહીં નથી કરતા. (૨૫/૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org