________________
१७२०
• ધૃવાત્મનતો રોતાવિવાર: • द्वात्रिंशिका-२५/११ ननु यद्यप्यात्मदर्शनमात्रनिमित्तको न स्नेहः, क्षणिकस्याप्यात्मनः स्वसंवेदनप्रत्यक्षेण समवलोकनात्तदुद्भवप्रसङ्गात्, किं तु ध्रुवाऽऽत्मदर्शनतो नियत एव स्नेहोद्भवस्तद्गताऽऽगामिकालसुखदुःखाऽवाप्तिपरिहारचिन्ताऽऽवश्यकत्वादित्यत्राहध्रुवेक्षणेऽपि न प्रेम, निवृत्तमनुपप्लवात् । ग्राह्याऽऽकार इव ज्ञानेऽन्यथा तत्रापि तद् भवेत् ।।११।। नुसरति । एतेन → अहं पि खो तं, भिक्खवे, अत्तवादुपादानं न समनुपस्सामि यं स अत्तवादुपादानं उपादियतो न उप्पज्जेय्युं सोक-परिदेव-दुक्ख-दोमनस्सुपायासा - (म.नि.१ ।३।२।२४३) इति मज्झिमनिकाये अलग>पमसूत्रोक्तिरपि निरस्ता । न हि स्थाणोरयमपराधो यदेनमन्धो न पश्यति ।।२५/१०।।
ध्रुवाऽऽत्मदर्शनतः = नित्याऽऽत्मनिरीक्षणमवलम्ब्य नियत एव = अवश्यमेव स्नेहोद्भवः = आत्मगोचरस्नेहोदयः, तद्गताऽऽगामिकालसुखदुःखाऽवाप्तिपरिहारचिन्तावश्यकत्वात् = नित्याऽऽत्मत्वसमा= ઐક્યની સિદ્ધિ કરે છે. આત્મા ક્ષણિક હોવા છતાં કાલ્પનિક આત્મસંતાનને માનીને પ્રત્યભિજ્ઞાની સંગતિ કરવાનો બૌદ્ધ લોકોનો પ્રયાસ આકાશને થીગડું મારવાના પ્રયાસ સમાન છે.
એક નિયમ સર્વમાન્ય છે કે જે સારું કે ખરાબ કામ કરે તે જ તેનું ફળ ભોગવે. ભીમ ખાય ને શકુનિને શક્તિ મળે તેવી નાદિરશાહી કોઈને માન્ય નથી. કર્મકર્તા અને કર્મફલભોક્તા એક જ હોય. જે આત્મા સારા-નરસા કાર્યનું અધિકરણ = આધાર બને તે જ આત્મા તેના ફળનું અધિકરણ બને. અર્થાત્ ક્રિયા અને ફળના અધિકરણ એક છે. ક્રિયા અને ફળનું આ સામાનાધિકરણ્ય = ઐકાધિકરણ્ય બૌદ્ધમતમાં અસંગત બનશે. કારણ કે બૌદ્ધમતમાં પુણ્યકર્મ કે પાપકર્મ કરનાર આત્માનો બીજી જ ક્ષણે સર્વથા ઉચ્છેદ થઈ જાય છે. તેથી જે કરે તે જ તેનું ફળ ભોગવે - આવો પ્રામાણિક નિયમ વાસ્તવિક રીતે બૌદ્ધમતમાં અસંગત બનશે. આત્મા સર્વથા ક્ષણિક હોવા છતાં કાલ્પનિક આત્મસંતાનને આગળ ધરીને ક્રિયા અને ફળના ઐકાધિકરણ્યના નિયમની સંગતિ કરવામાં કાંઈ બૌદ્ધોની બુદ્ધિમત્તા પ્રશંસાપાત્ર બની શકતી નથી. કારણ કે આત્મસંતાન બૌદ્ધમતે કાલ્પનિક છે. તથા કાલ્પનિક પદાર્થથી કોઈ વાસ્તવિક કાર્ય થઈ શકતું નથી. માટે એકાંતક્ષણિકવાદ અપ્રામાણિક સિદ્ધ થાય છે. બાકીની વિગત ટીકાર્યમાં સ્પષ્ટ જ છે. (૨૫/૧0.
અહીં બૌદ્ધ વિદ્વાનો એવી દલીલ કરે છે કે “જો કે કેવળ આત્મદર્શનના કારણે કાંઈ રાગ કે સ્નેહ ઉત્પન્ન થતો નથી. કારણ કે ક્ષણિક એવા આત્માનું તો અમને પણ સ્વસંવેદન પ્રત્યક્ષ પ્રમાણથી જ દર્શન થાય જ છે. તેથી જો માત્ર આત્મદર્શન રાગોત્પાદક હોય તો અમને પણ રાગ થવો જોઈએ. કારણ કે ક્ષણિક આત્માનું દર્શન અમે કરીએ જ છીએ. માટે આત્મદર્શન કાંઈ રાગજનક નથી. પરંતુ ધ્રુવ એવા આત્માના દર્શનથી તો અવશ્ય સ્નેહ-રાગ ઉત્પન્ન થશે જ. કારણ કે નિત્ય હોવાના લીધે ભવિષ્યમાં કાયમ આત્મા ટકનાર છે. તે કારણસર આત્મગત ભાવી સુખની પ્રાપ્તિની ચિંતા તથા ભાવી દુઃખના પરિવારની ચિંતા કરવી જરૂરી બની જશે. (જો આત્મા ક્ષણિક જ હોય તો કોના આગામી સુખાદિની ચિંતા કરવાની ? માટે નૈરાભ્યદર્શનને = ક્ષણિક આત્મદર્શનને મોક્ષના ઉપાય તરીકે અમે માનીએ છીએ.)” આવી બૌદ્ધની દલીલ ઉપસ્થિત થતાં ગ્રંથકારશ્રી કહે છે કે -
હ ધ્રુવ આત્માનું દર્શન રાગજનક નથી - જૈન હ ગાથાર્થ - આત્માને ધ્રુવ જોવા છતાં પણ પ્રેમ-સ્નેહ ઉત્પન્ન ન થઈ શકે. કારણ કે અનુપપ્લવના કારણે જ્ઞાનમાં ગ્રાહ્યાકારની જેમ તે રવાના થયેલ છે. બાકી તો ક્ષણિક આત્મામાં પણ પ્રેમ-સ્નેહ ઉત્પન્ન
થવાની સમસ્યા આવે. (૨૫/૧૧) Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org