________________
16 • પ્રસ્તાવના •
द्वात्रिंशिका કરે તો તેને કોણ રોકી શકે ? કારણ કે વસ્તુનો સ્વભાવ “કાગડાના કાળા રંગની જેમ પ્રત્યક્ષ નથી.” આથી સ્વભાવમાં કોઈ પ્રતિવાદી એવા કુતર્ક કરશે કે પાણીનો બાળવાનો સ્વભાવ છે, અગ્નિના સાંનિધ્યમાં...' તો તેનો જવાબ શું હોય ? આમ પાણીના પ્રત્યક્ષસિદ્ધ ઠારવાના સ્વભાવથી વિરોધી એવા “બાળવાના સ્વભાવ”ની પણ સિદ્ધિ કરતાં કુતર્કશીલ વ્યક્તિને કોઈ રોકી શકશે નહીં.
આ પદાર્થને “નયેલતા' વૃત્તિમાં અને ગુજરાતીભાવાનુવાદમાં મુનિરાજશ્રી યશોવિજય મહારાજે એકદમ સ્પષ્ટ કરી દીધો છે. આથી વાચકના મનમાં જરાય સંદિગ્ધતા રહેતી નથી.
શ્રદ્ધાની શરણાગતિ - ઈતિહાસના પાને શાસ્ત્ર-ગ્રંથો ઉપર તર્ક-ઊહાપોહ કરવામાં પ્રકાંડ પ્રજ્ઞાવાન મહામેધાવી તાર્કિકશિરોમણિ એવા અનેક મહાપુરુષોના નામો સુવર્ણાક્ષરે લખાઈ ગયા છે. તેઓ આગમો ઉપર ઘણા તર્ક-ઊહાપોહ-અનુમાન-મંથન કરીને ય છેવટે ભક્તિ યોગ તરફ વળ્યા. આગમાનુસારી સુતર્ક કરવા છતાં ય કેવળ તર્કથી, તેમાં રહેલી કર્કશતાથી ખૂબ સાવધાન રહેવાનું છે. તર્કની મર્યાદા જ્યાં પૂરી થાય છે ત્યાંથી જ શ્રદ્ધાનો માર્ગ મોકળો થાય છે એવી તર્કની સીમિત સીમાથી વાકેફ અને તર્કમાં રહેલ દોષબહુલતા બાબતમાં સતર્ક એવા એ મહાપુરુષો અનુભવમાર્ગે પ્રયાણ કરવા ભક્તિયોગ તરફ ઢળ્યા... અપૂર્વ મસ્તી મેળવી. શ્રદ્ધાને જ્વલંત બનાવનાર ભક્તિયોગને વિશે અનેક ચિંતનોને તેમણે ગ્રંથસ્થ પણ કરી લીધાં, જે એમના ભક્તિયોગની ગવાહી પૂરે છે. અહીં કેટલાંક ભક્તિયોગના ગ્રન્થોના સેમ્પલ જોઈએ. (૧) આચાર્યશ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ :- કલ્યાણમંદિર સ્તોત્ર, પરમાત્મસ્તુતિ-વિનંતિ સ્વરૂપ ત્રિશદ્
દ્વાત્રિશિકા (પ્રાચીન), પરમાત્મા ત્રિશિકા, અરિહંતના નામથી ગર્ભિત શકસ્તવ સ્તોત્ર આદિ. (૨) આચાર્યશ્રી હરિભદ્રસૂરિ :- પંચાશકાદિમાં જિનપૂજાવિધિ, ચૈત્યવંદન, જિનબિંબ પ્રતિષ્ઠાવિધિ,
પૂજાષ્ટક, સાપેક્ષ ઈશાનુગ્રહનું યોગબિંદુ આદિમાં અને દ્રવ્યસ્તવનું ધર્મબિંદુ આદિમાં પ્રતિપાદન
ઈત્યાદિ... (૩) કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રસૂરિ - વીતરાગ સ્તોત્ર, મહાદેવસ્તોત્ર, પરમાત્મહુતિ રૂપે અન્યયોગ
વ્યવચ્છેદ કાત્રિશિકા, અયોગ-વ્યવચ્છેદ દ્વત્રિશિકા, ૨૪ તીર્થકર ચરિત્ર ઈત્યાદિ. (૪) મહોપાધ્યાયશ્રી યશોવિજય મહારાજ - પરમજ્યોતિ પંચવિંશતિ, ચતુર્વિશતિજિન-સ્તુતિ,
પરમાત્મપંચવિંશતિ તથા ચૈત્યવંદન, સ્તવનચોવીસી આદિ અઢળક ગુજરાતી સાહિત્ય...
વર્તમાનમાં પ્રસ્તુત “નયેલતા ટીકાના સર્જક બહુશ્રુત મુનિરાજશ્રી યશોવિજય મહારાજ પણ જાણે આવા ક્રમને અનુસર્યા હોય તેમ લાગે છે. તેઓશ્રીએ પ્રસ્તુત ટીકા કરતાં ઘણી કઠણ ટીકાઓ ઘણા વધુ કઠણ ગ્રન્થો ઉપર રચી છે. તેઓશ્રી પૂર્વે ૧. ભાષા રહસ્ય, ૨. ન્યાયાલોક, ૩. વાદમાલા ૪. સ્યાદ્વાદરહસ્ય ભાગ-૧, ૨, ૩ જેવા ગ્રન્થો ઉપર નવ્ય ન્યાયની શૈલીમાં અત્યંત પ્રૌઢ વિદ્વગમ્ય યથાયોગ્ય સંસ્કૃતટીકા હિન્દી-ગુજરાતી ભાવાનુવાદસહિત ગ્રન્થોની રચના કરી ચૂક્યા છે.. ફકત ૭ વર્ષના દીક્ષા-પર્યાયે તેઓશ્રીએ સંસ્કૃતટીકા સહિત પ્રથમ ગ્રન્થની રચના કરેલી. આ ગ્રન્થોમાં ન્યાયની જે છણાવટ કરી છે તેનાથી ન્યાયવિષય ઉપર તેઓની સિદ્ધહસ્તતા અછતી રહી શકતી નથી. ઉપરાંત આગમિક ગ્રન્થોના વલોણામાંથી નીકળેલાં માખણ જેવા પદાર્થોવાળા પોડશક, અધ્યાત્મોપનિષદ્ જેવા ગ્રન્થોની પ્રૌઢ ટીકા તેમણે રચી છે. આ મહાત્માએ પણ ફક્ત તાર્કિક જ નહીં કિંતુ પરમાત્મભક્તિ-આત્મસંવેદન-શરણાગતિ આદિ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only